અમદાવાદઃ ગયા વર્ષે અમદાવાદના સીમાડે આવેલા ઓગણજ ખાતે બીએપીએસ દ્વારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ ભવ્યાતિભવ્ય મહોત્સવના આયોજન ઉપર આઈઆઈએમ-અમદાવાદ દ્વારા કેસ રિસર્ચ સ્ટડી કરાયો છે. આ અભ્યાસમાં 600 એકરમાં ફેલાયેલું ‘પ્રમુખ સ્વામી મહારાજ નગર’ માત્ર નવ મહિનામાં કેવી રીતે સાકાર થયું, સતત 35 દિવસ સુધી લાખો લોકોની અવરજવરથી ધમધમતા રહેલા આ વિશાળ પ્રોજેક્ટના આયોજનથી લઇને અમલીકરણનો વિશિષ્ટ અભિગમ તેમજ આ નગરમાં 1.2 કરોડથી વધુ મુલાકાતીઓના સફળ સંચાલનની માહિતીને આવરી લેવામાં હતી. જેના આધારે કુલ ત્રણ કેસ સ્ટડી તૈયાર કરવામાં આવ્યા છે.
સંસ્થાના વડા મથક શાહીબાગ મંદિર ખાતે 28 નવેમ્બરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બીએપીએસના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજના હસ્તે આ મેગા પ્રોજેક્ટના કેસ સ્ટડીનું વિમોચન કરવામાં આવ્યું હતું. અને હવે આ કેસ સ્ટડીને આઇઆઇએમ-અમદાવાદની વેબસાઈટ પર પણ તે રજૂ કરાયું છે.
આ કાર્યક્રમને સંબોધતા આઇએમએમના પ્રોફેસર જણાવ્યું હતું કે આ રિસર્ચ કરવાથી એટલું જાણવા મળ્યું કે પૈસા વગર પણ સેવા કાર્ય કેવી રીતે કરી શકાય. મેનેજમેન્ટ નિષ્ણાતો કહે છે કે આ કેસ સ્ટડીઝ વિશ્વભરના લોકો માટે લીડરશીપ, મેનેજમેન્ટ અને મેગા પ્રોજેક્ટ્સના અમલીકરણમાં મદદરૂપ બનશે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે હાર્વર્ડ યુનિવર્સિટીએ કુંભમેળા ઉપર કેસ સ્ટડી તૈયાર કર્યો હતો, જેને દુનિયાભરમાં બહોળો આવકાર મળ્યો હતો.
3 પ્રોફેસરની ટીમ દ્વારા અભ્યાસ
આઇઆઇએમ-અમદાવાદના પ્રોફેસર વિશાલ ગુપ્તા, પ્રોફેસર સરલ મુખર્જી અને પ્રોફેસર ચેતન સોમનના સંશોધન અને વિશ્લેષણથી આ કેસ સ્ટડી તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં માનવ પ્રબંધન, સેવાભાવના અને નેતૃત્વના નવતર અભિગમો રજૂ કરાયા હતા. આ મેગા પ્રોજેક્ટના ડિઝાઇન અને અમલીકરણ પર પણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે.
ત્રણ મહત્ત્વના પાસાંનો કેસ સ્ટડી
• સેવા-ઓરિએન્ટેશન, પીપલ મેનેજમેન્ટ અને લીડરશિપ: 600-એકર સાઇટમાં 80 હજાર સ્વયંસેવકોની દેખરેખમાં માત્ર 9 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવો, જરૂરી લોજિસ્ટિક્સ અને સપોર્ટનું સંચાલન કરાયું હતું.
• મેગા પ્રોજેક્ટ્સની ડિઝાઇન: શતાબ્દી મહોત્સવ દરમિયાન કુલ 1.21 કરોડ મુલાકાતીઓ આવ્યા હતા. આ મેગા પ્રોજેક્ટ માટે ડિઝાઇન અને અમલીકરણ માટે ટેક્નોલોજીની ભૂમિકા મહત્ત્વની રહી હતી.
• ઇવેન્ટ સ્કેલ: આ નગરને એક સાંસ્કૃતિક વન્ડરલેન્ડ બનાવાયું હતું. તેમાં તમામ પૃષ્ઠભૂમિ, ધર્મો, સમાજના વર્ગોના લોકોએ મળીને પ્રમુખ સ્વામીનો સાઉન્ડ શો, પ્રદર્શન હોલ 240 ટોઈલેટ બ્લોક્સ, 30 ફૂડ કોર્ટ અન20 દુકાનો ઉપરાંત વિવિધ પ્રકારની થીમ બનાવાઈ હતી.
વેબસાઇટ પર આ રિપોર્ટ નિહાળવા માટે ગૂગલ પર સર્ચ કરો આ લિન્કઃ
વેબસાઇટ પર આ રિપોર્ટ વાંચવા માટે ગૂગલ પર સર્ચ કરો આ લિન્કઃ
• સર્વીસ ઓરિએન્ટેશન, પીપલ મેનેજમેન્ટ એન્ડ લિડરશીપઃ bit.ly/4fSe1uz
• ડિઝાઇન ઓફ અ મેગા પ્રોજેક્ટઃ bit.ly/3ZB36Qf
• ઇવેન્ટ સ્કેલઃ bit.ly/49il50Y