ભારતના વિદેશ મંત્રાલયના ઓવરસીઝ ઈન્ડિયન અફેર્સ – II ડિવિઝન દ્વારા ‘ભારત કો જાનીયે’ ક્વિઝ ૨૦૨૦-૨૧નું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝમાં ભાગ લઈને ભારતની મુલાકાતની તક મેળવો. આ ક્વિઝમાં PIO, NRI અને Foreigners એમ ત્રણ કેટેગરીમાં ૧૮થી ૩૫ વર્ષની વય વચ્ચેની વ્યક્તિઓ ભાગ લઈ શકશે. આ ક્વિઝનું રજિસ્ટ્રેન ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦થી શરૂ થઈ ગયું છે. આ ઓનલાઈન ક્વિઝમાં ચાર રાઉન્ડ રહેશે. ૧થી ૩૦ નવેમ્બર, ૨૦૨૦ દરમિયાન પ્રથમ રાઉન્ડ વેલકમ રાઉન્ડ રહેશે. તેમાં દરેક વ્યક્તિ ભાગ લઈ શકશે. દરેક દેશના વિજેતાઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અપાશે. ૭થી ૧૩ ડિસેમ્બર,૨૦૨૦ દરમિયાન બીજા રાઉન્ડમાં પ્રથમ રાઉન્ડના વિજેતાઓ જ ભાગ લઈ શકશે. ૧૪થી ૨૦ ડિસેમ્બર,૨૦૨૦ દરમિયાન ત્રીજા રાઉન્ડમાં બીજા રાઉન્ડના ટોચના દસ સ્પર્ધકો અને કુલ ૩૦ સ્પર્ધકો ભાગ લઈ શકશે. ૨૧થી ૨૭ ડિસેમ્બરના ચોથા અને છેલ્લાં રાઉન્ડમાં ત્રીજા રાઉન્ડના ટોચના ૭ સ્પર્ધકો અને કુલ ૨૧ સ્પર્ધકો ભાગ લઈ શકશે.
દરેક કેટેગરીમાં ૫ આખરી વિજેતા (૩ મેડલ વિજેતા અને બે કોન્સોલેશન પ્રાઈઝ) રહેશે. ત્રણ કેટેગરીના કુલ ૧૫ વિજેતાને ભારત દર્શન માટે આમંત્રણ અપાશે.
વેબસાઈટwww.bharatkojaniye.in પર રજિસ્ટ્રેશન કરાવો.