‘માઈ’ યોજિત લગ્નોત્સુકો માટે મિલન સમારોહ

Wednesday 19th April 2023 06:14 EDT
 
 

આપણા દરેક સમાજ કે જ્ઞાતિમાં લગ્નોત્સુક યુવાન-યુવતીઓ માટે યોગ્ય જીવનસાથી મેળવવાનો પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે ત્યારે ઇસ્ટ લંડનના "માઇ" દ્વારા "ફેમીલીઝ મીટ અપ"નું આયોજન કરી શનિવાર, તા. ૨૦ મે, ૨૦૨૩ના રોજ લગ્નોત્સુક યુવાન-યુવતીઓનો એક મિલન સમારોહ યોજવામાં આવ્યો છે. ઇલ્ફોર્ડ વિસ્તારના ગેન્ટ્સ હિલ, ૫૩-૫૫, પર્થ રોડ ઉપર કંચન રેસ્ટોરન્ટ અને બેન્કવેટીંગ શ્યૂટમાં થ્રી કોર્સ મીલ અને મ્યુઝીક સાથે યોજાનાર આ મિલન સમારોહમાં યુવાન કે યુવતીના માતા-પિતા અથવા વાલી હાજરી આપી શકે છે. આ મિલન સમારોહમાં હિન્દુ અને પંજાબી લગ્નોત્સુક ભાગ લઇ શકે છે. પ્રવેશ ફી - £42. આ અંગે વધુ વિગત માટે સંપર્ક: 07765 926005 અથવા તો જુઓ જાહેરાત પાન-૨૭ ઉપર.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter