“પન્નાઝ" રેસ્ટોરન્ટની સવિશેષ અોફર્સનો લાભ લો

Tuesday 10th March 2015 15:03 EDT
 

રોમફોર્ડના કોલીયર્સ રો રોડ પરની વિશાળ જગ્યામાં અાવેલ સિટી પેવેલીયનમાં "પન્નાઝ"ની મનભાવન વાનગીઅો લંડન સહિત યુ.કે.ભરના ભારતીયોમાં ખ્યાતિ પામી છે. એના વેજ અને નોનવેજ અલાયદા બે વિશાળ રસોડે એવોર્ડ વિજેતા શેફ (રસોઇયા) ગરમા ગરમ સ્વાદિષ્ટ વાનગીઅો તૈયાર કરી ગ્રાહકોના દિલ જીતી રહ્યા છે. એની લાજવાબ પંજાબી વાનગીઅો એકવાર ચાખનાર એના કાયમી ચાહક બની જાય છે. “પન્નાઝ"ની લોકચાહનાને ધ્યાનમાં લઇ એના સંચાલકોએ શનિ-રવિ બુફે લંચ માત્ર £૯.૯૯માં રાખ્યું છે. અાપને ત્યાં બર્થ ડે, એનિવર્સરી કે સગાઇ-લગ્નનો માંગલિક પ્રસંગ હોય "પન્નાઝ" ૧૦૦થી માંડી ૫૦૦૦ વ્યક્તિઅોની પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન સહિત માંગો એવી તમામ જાતની સ્વાદિષ્ટ વાનગીઅો પૂરી પાડી શકે છે. અાપને ત્યાં પાર્ટી કે શુભવિવાહ હોય તો 'પન્નાઝ"ને અાઉટસાઇડ કેટરીંગનો અોર્ડર અાપી અાપ નિશ્ચિંત બની શકો છો. અા ઉપરાંત તેઅો મનમોહક તાજા ફળફળાદિ ને મેવામિષ્ટાનની અાકર્ષક સજાવટ (ફ્રૂટ ડિસપ્લે), ટેબલ ડેકોરેશન અને મંડપ-િરસેપ્શન સ્ટેજ ડેકોરેશન પણ કરી અાપે છે. સંપર્ક 020 8924 2228 / 07944 993 860.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter