સાઈટલાઈફ ચેરિટીનો કાર્યપરિચય

Tuesday 11th April 2017 13:48 EDT
 
 

આગામી પાંચ સપ્તાહ દરમિયાન અમે ગુજરાત સમાચારના વાચકોને SightLife -સાઈટલાઈફના કાર્યોથી માહિતગાર કરીશું. સાઈટલાઈફ યુએસએસ્થિત ચેરિટી સંસ્થા છે, જેની નવી દિલ્હી અને લંડનસ્થિત ઓફિસો અમારા મિશનને આગળ ધપાવવાના કાર્યમાં કેન્દ્રિત છે. આંખની સપાટીને થતાં નુકસાનથી સર્જાતી દૃષ્ટિઅંધતા એટલે કે કોર્નિઅલ બ્લાઈન્ડનેસથી આઝાદી મેળવનારા મનોજ, વર્ષા, સાના, પ્રકાશ અને મુસ્કાન જેવા લોકોને મદદરૂપ બનવાના કાર્યમાં તમે પણ અમારી સાથે જોડાશો તેવી અમને આશા છે.

સાઈટલાઈફ સમગ્ર વિશ્વમાં કોર્નિઅલ બ્લાઈન્ડનેસ નાબૂદ કરવા કાર્યરત છે અને હાલ અમારું ધ્યાન ભારત પર કેન્દ્રિત કરાયું છે, જ્યાં ૭૦ લાખ લોકો કોઈ જરૂરી કારણ વિના અંધત્વનો શિકાર બને છે. તમારા જેવાં લોકોનાં સહકાર અને ટેકાથી અમે ૨૦૨૦ સુધીમાં ભારતમાંથી કોર્નિઅલ બ્લાઈન્ડનેસ નાબૂદ કરી શકીશું અને ૨૦૪૦ સુધીમાં વૈશ્વિક નાબુદીનું લક્ષ્ય હાંસલ કરી શકીશું.

હવે વાત મનોજની

કોર્નિઅલ સર્જરીથી જીંદગીનો બચાવ

માત્ર ૧૨ વર્ષની વયે મનોજ રહસ્યમય રીતે તેની દૃષ્ટિ ગુમાવવા લાગ્યો અને રાત્રે બંને આંખોમાં તેને દુઃખાવો થવા લાગ્યો હતો. ડોક્ટરોએ ચશ્માનો ઉપયોગ કરવાની સલાહ આપી પરંતુ, સમય જતાં ચહેરાં વધુ ધૂંધળા અને ઓળખાય નહિ તેવાં થતાં ગયાં. ભારતના તીવ્ર સૂર્યપ્રકાશે પણ તેની પીડા વધારી. આખરે મનોજને કોર્નિઅલ ટ્રાન્સપ્લાન્ટ કરી આપે તેવી હોસ્પિટલની જાણકારી મળી ત્યારે તેને હતાશા ઘેરી વળી હતી. જોકે, મનોજની દૃષ્ટિ પાછી મેળવી શકાશે તે બાબતે ડોક્ટરોને શંકા હતી. નિરાશાવાદી રિપોર્ટથી વધુ હતાશ થયેલા મનોજે કોઈ રીતે પોતાનું જીવન સહન કરી લેવાના નિર્ધાર સાથે તેણે સર્જરીનો વિચાર પડતો મૂક્યો.

મનોજને ૨૦૧૧માં મજૂરીનું કામ મળ્યું અને એક દિવસ ઈલેક્ટ્રિશિયનના એપ્રેન્ટીસ બનવાની આશા સાથે તે કામમાં લાગી ગયો. મનોજ મહેનતુ હતો અને તેના માલિક પણ તેનાથી ખુશ હતા.પરંતુ થોડાં જ સમયમાં મનોજની વધુ ખરાબ થતી દૃષ્ટિ મોટી જવાબદારી બનતી ગઈ. એક વર્ષ પછી તેના માલિકે ચેતવણી જ આપી દીધી,‘સર્જરી કરાવી લે નહિ તો નોકરીમાંથી કાઢી મૂકીશ.’મનોજ તો નોકરી ખોવાના અને સર્જરીના વિચારથી મુશ્કેલીમાં આવી ગયો. જોકે, લાંબો સમય ખતરાની સીમાએ રહ્યાં પછી તેને નિર્વાહનું એક માત્ર સાધન ગુમાવવું તેને પોસાય તેમ ન હતું આથી, તેણે સર્જરીનો વિકલ્પ પસંદ કર્યો.

મનોજની ડાબી આંખેથી પાટા દૂર કરવામાં આવ્યા ત્યારે એક નવું વિશ્વ તેની સામે ખુલી ગયું હતું.જૂનીપુરાણી વસ્તુઓ નવા સ્વરુપે અને નીરસતા સુંદર સ્વરૂપમાં ફેરવાઈ જવાનો ચમત્કાર તેની સમક્ષ હતો. બે ઓપરેશન વચ્ચે બે વર્ષનો ગાળો રાખવાની સલાહને અનુસરી તેણે જમણી આંખનું પણ ઓપરેશન કરાવ્યું. આ સર્જરી પણ સફળ થઈ. જે માલિકે નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી સર્જરી કરાવવાનું દબાણ કર્યું હતું તેને જ ઓપરેશન પછી મનોજે સૌપ્રથમ નિહાળ્યો હતો.

કોર્નિઅલ સર્જરીઓ પહેલા મનોજ તેના હેલ્પર તરીકે કામ કરતો હતો. હવે તેની દૃષ્ટિ સારી થઈ જતા તે વધુ મુશ્કેલ ટ્રેનિંગ લેવા અને વધુ જવાબદારીઓ હાથ લેવા સક્ષમ બન્યો હતો. આજે,મનોજે બિઝનેસ-એજ ઈલેક્ટ્રિક-નું મેનેજમેન્ટ સંભાળી લીધું છે અને પોતાની પસંદગીના વ્યવસાયમાં સ્વતંત્રપણે કાર્ય કરે છે. મનોજ કહે છે કે તેના બોસે બે વખત, સૌપહેલા તો કોર્નિઅલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવવા દબાણ કરીને અને બીજી વખત બિઝનેસમાં તેના પર ભરોસો મૂકીને તેની જીંદગી બચાવી હોવાનું તે માને છે.

મનોજ જેવા લોકોને સપોર્ટ કરો

સાઈટલાઈફ મનોજ જેવા લોકોને મદદ કરવા મહેનત કરી રહેલ છે .જેઓ ૨૦૨૦ સુધીમાં ભારતમાંથી કોર્નિઅલ બ્લાઈન્ડનેસ નાબૂદ કરવાના કાર્યમાં અમારી સાથે જોડાવા ઈચ્છતા હોય તેવા લોકો પાસેથી અમે સહકાર ઈચ્છીએ છીએ. ભારતમાં અમારા કાર્ય માટે એકત્ર કરાયેલા તમામ નાણામાં અમેરિકાસ્થિત ખાનગી ફાઉન્ડેશન બમણો ફાળો આપશે. મનોજ જેવા લોકો માટે એક ભેટ આપવા અથવા અમારા કાર્ય વિશે વધુ માહિતી મેળવવા સંપર્ક કરશોઃ

James Newell, UK Development Lead:

[email protected] 0207 566 3635

SightLife UK, c/o Kingston Smith LLP, Devonshire House, 60 Goswell Road, London, EC1M 7AD

Bank transfers can be made to:

તમારા દાન અગાઉ, ભેટ-સહાયની લાયકાત માટે પૂછપરછ કરવા આપનો સંપર્ક કરી શકીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter