લંડનઃ દેશમાં ગેરકાયદે રહેતા અને કામ કરતા ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની ઈમિગ્રન્ટ્સ એન્ફોર્સમેન્ટના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય કાર્યવાહીના ભાગરૂપે સેન્ટ બેનેડિક્ટ રોડ પરની એક પ્રોપર્ટીમાં ભીડ અને ગંદકીમાં રહેતા ૨૪થી ૪૧ની વયના સાત પુરુષોની ધરપકડ કરવામાં આવી હતી.
છ લોકો ગેરકાયદેસર રીતે યુકેમાં આવ્યા બાદ રહેતા હતા. તેમાંથી બે લોકો જે પાકિસ્તાની હતા તેમને દેશનિકાલ કરાયા હતા. એક વ્યક્તિ વિઝાની મુદત કરતા વધુ સમયથી રહેતી હતી તે સહિત અન્ય પાંચના દેશનિકાલની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
વધુ સંખ્યામાં લોકો રહેતા હોય તેવા મકાનો અને ગેરકાયદેસર કામ કરતા લોકો વચ્ચે સંબંધ હોવાનું જણાયા પછી ગેરકાયદે રહેતા લોકોને દેશનિકાલ કરવાની કાર્યવાહીમાં મોટી સંખ્યામાં ભારતીયો ઉપરાંત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન અને આલ્બેનિયાના લોકોની ધરપકડ કરાઈ હતી.