વસો નાગરિક મંડળ યુકે દ્વારા ક્રોયડન ખાતે બહાર પડાયેલી વસો ગામના યુકેમાં રહેતા સદસ્યોની ખૂબજ સુંદર અને માહિતીપ્રદ ડીરેક્ટરી સાંપડી છે. આ ડિરેક્ટરીમાં સંસ્થાના ૧૯૭૨થી આજ દિન સુધીના ચેરમેન, સેક્રેટરી અને ખજાનચીના નામ, વસો ગામનો ઇતિહાસ, સરદાર સરોવર ડેમ સ્થિત સ્ટેચ્યુ અોફ યુનિટી અંગે માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત યુકેના વિવિધ શહેરોમાં રહેતા વસો ગામના રહેવાસીઅોના નામ સરનામા અને ફોન નંબરની માહિતી આપવામાં આવી છે. સંપર્ક: પ્રદીપભાઇ અમીન 07930 474 711.
સાભાર સ્વીકાર: નવનાત દર્પણ
નવનાત વણિક એસોસિએશનના મુખપત્ર 'નવનાત દર્પણ'નો અોગસ્ટ ૨૦૧૫નો અંક સાંપડ્યો છે. આગામી પર્વો, વિવિધ કાર્યક્રમો, સમાચાર, આધ્યાત્મિક લેખો સહિતની ઇંગ્લીશ અને ગુજરાતીમાં રસપ્રચુર માહિતી ધરાવતો અંક ખરેખર રસપ્રદ છે.