લંડનઃ અશ્વેતોના અધિકાર માટે ૫૦ કરતાં વધુ વર્ષ સુધી લડત આપનારા સિવિલ રાઈટ્સ એક્ટિવિસ્ટ, લેખક અને પ્રેઝન્ટર દારકસ હોવનું ૭૪ વર્ષની વયે નિધન થયું છે. હોવનો જન્મ ૧૯૪૩માં ટ્રિનીદાદ ખાતે થયો હતો અને તેઓ ૧૮ વર્ષની વયે ૧૯૬૧માં યુકે આવ્યા હતા.
હોવની બાયોગ્રાફીના સહલેખક અને કેમ્બ્રીજની હોમર્ટન કોલેજમાં ઈતિહાસવિદ રોબીન બન્સે જણાવ્યું હતું, કે‘ વ્યક્તિગત રીતે ડાર્કસ ખૂબ પ્રેમાળ અને ઉદાર હતા અને તેમને જીવન જીવવામાં ખૂબ આનંદ આવતો હતો. તેમને ઓળખવાની મને તક મળી તે ખરેખર મારું સદ્ભાગ્ય છે.’ બન્સે હોવની ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં છેક નીચેના સ્તરની ચળવળ પ્રવૃત્તિની પ્રશંસા કરતા કહ્યું હતું કે હોવે ન્યાય માટે અવાજ ઉઠાવ્યો હતો.
તેમણે એક દાયકા કરતાં વધુ સમય ‘Race Today’ મેગેઝિનનું તંત્રીપદ સંભાળ્યુ હતું. તાજેતરમાં જ તેઓ ‘The Voice’ અખબાર સાથે કટારલેખક તરીકે જોડાયા હતા. તેમના વિધવા લૈલા હસને હોવના મૃત્યુને સમર્થન આપ્યું હતું.