સીબી પટેલ સાથે હાઈ કમિશનરની વિશેષ મુલાકાત

Saturday 25th March 2023 08:16 EDT
 
 

લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામીએ ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’ના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સીબી પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી. બંનેએ સમુદાયને મજબૂત બનાવવાની ચર્ચા કરી હતી. સીબી પટેલે જણાવ્યું હતું કે, મૂલ્યોનું જતન અને સાંસ્કૃતિક ઓળખની જાળવણી મહત્વપૂર્ણ છે. સંસ્કૃતિ એક એવા અદૃશ્ય બંધન તરીકે કામ કરે છે જે લોકોને એકતાંતણે બાંધે છે. શ્રી દોરાઈસ્વામીએ સીબી પટેલને બિનનિવાસી ભારતીયો માટેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પ્રવાસી ભારતીય સન્માન બદલ શુભેચ્છા આપી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં યોજાયેલા પ્રવાસી ભારતીય સંમેલન દરમિયાન રાષ્ટ્રપતિ માનનીય દ્રૌપદી મુર્મુના હસ્તે સી.બી. પટેલને આ સન્માન એનાયત થયું હતું.




to the free, weekly Gujarat Samachar email newsletter