લંડનઃ ઈલિંગ અને હેરોમાં મહિલાઓ પર જાતીય હુમલા કરનારા સિનુથુજાન યોગનાથનને આઈઝલવર્થ ક્રાઉન કોર્ટે ૧૪ સપ્ટેમ્બર, ગુરુવારે કુલ ૯ વર્ષ જેલની સજા ફરમાવી છે. પાંચ જાતીય હુમલા અને એક પ્રયાસના ગુના બદલ કોર્ટે તેને સેક્સ્યુઅલ હાર્મ પ્રીવેન્શન ઓર્ડર પણ આપ્યો છે.
કોર્ટ સમક્ષ રજૂઆત અનુસાર તેણે એપ્રિલ-જુલાઈ ૨૦૧૬ના ગાળામાં પેરિવેલ, નોર્થોલ્ટ અને હેરોના વિસ્તારોમાં મહિલાઓનો પીછો કરીને આ કૃત્યો આચર્યા હતા. ત્રણ સપ્તાહની ટ્રાયલ દરમિયાન સિનુથુજાને તેના કૃત્યો બદલ કોઈ પસ્તાવો જાહેર કર્યો ન હતો. તેણે પોતાના નિવેદનો બદલ્યા હતા અને ગુનાનો ઈનકાર કર્યો હતો. પીડિતાઓએ હુમલાખોર તરીકે તેને ઓળખી બતાવ્યો હતો.