ગ્રામીણ સમુદાયોમાં હેલ્થકેર સુવિધાની સુલભતા સુધારવા અને જાગૃતિ કેળવવાના હેતુસર 2010માં સેવક પ્રોજેક્ટ લોન્ચ કરાયો હતો. ગુજરાતના તત્કાલીન ચીફ મિનિસ્ટર અને વર્તમાન પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના સપોર્ટ થકી લોન્ચ કરાયેલા આ પ્રોજેક્ટે ત્યારથી સમગ્ર ભારત તેમજ સાઉથ અમેરિકામાં આગેકદમ કરવા સાથે ગુજરાત, બિહાર, તામિલનાડુ, ઓડિશા અને સાઉથ અમેરિકામાં ગુયાના સહિત 33 જિલ્લામાં 250થી વધુ ગામને આવરી લીધા છે. યુએસ નેવીમાંથી નિવૃત્ત થયેલા દંપતી ઠાકોરભાઈ જી. પટેલ અને તેમના પત્ની ઉષાબહેન પટેલે આ ઉદ્દેશને તેમનું જીવન સમર્પિત કરી દીધું છે.
સેવક પ્રોજેક્ટનો આરંભ થયો ત્યારથી અત્યાર સુધીમાં વંચિત વિસ્તારોમાં આરોગ્યસંભાળ વિશે જાગૃતિ અને શિક્ષણની વૃદ્ધિ મારફત 200,000 થી વધુ લોકોના જીવનને અસર પહોંચાડી છે. આ પહેલના હાર્દમાં ‘સેવક’-તાલીમબદ્ધ ગ્રામવાસી રહેલ છે જેઓ હેલ્થકેરના હિમાયતી, શિક્ષણકાર અને સંપર્કબિંદુ તરીકે કાર્ય કરે છે. આ સેવકો જાહેર આરોગ્ય શિક્ષણ પુરું પાડે છે, હેલ્થ સ્ક્રીનિંગ કરાવે છે અને જરૂર લાગે ત્યાં પેશન્ટ્સને સ્પેશિયાલિસ્ટ પાસે મોકલી આપે છે. તેઓ પોતાના ગામમાં આરોગ્યસંભાળ સંબંધિત તમામ મુદ્દાઓ બાબતે પ્રાથમિક સંપર્કબિંદુ તરીકે કાર્યરત રહી સ્વચ્છતાને ઉત્તેજન, પીવાના શુદ્ધ જળને સુલભ બનાવવા, માતા અને બાળકના આરોગ્યને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
સેવકોને સુગ્રથિત મેડિકલ કિટના ઉપયોગ કરવાની તાલીમ અપાય છે. આ કિટમાં બ્લડ પ્રેશર મોનિટર્સ, ગ્લુકોઝ મીટર્સ, વજનકાંટા, પલ્સ ઓક્સીમીટર્સ, થર્મોમીટર્સ અને ડેટા કલેક્શન માટે લેપટોપ જેવા‘ સાધનોનો સમાવેશ થાય છે. આ સાધનોના કારણે સેવકોને હેલ્થ મેટ્રિક્સ તેમજ ઘરમાં શૌચાલયો અને જળસ્રોતો જેવી ઘરેલું સુવિધાઓ સંબંધિત વાસ્તવિક ડેટા-માહિતી એકત્ર કરવામાં સરળતા રહે છે. ગામવાસીઓને આરોગ્ય સમસ્યાઓ, લાઈફસ્ટાઈલમાં સુધારાવધારા અને રોગ અટકાવની બાબતોમાં શિક્ષિત કરવા સેવકો IIT બોમ્બે દ્વારા વિકસાવાયેલા વીડિયો ટ્યુટોરિયલ્સનો પણ ઉપયોગ કરે છે.
આરોગ્યદાયી ઈકોસિસ્ટમ રચવા માટે સેવકો ગામવાસીઓની હાઈપરટેન્શન, ડાયાબિટીસ, ટ્યુબરક્લોસીસ, એનીમીઆ અને સ્થૂળતા જેવી સ્થિતિઓ માટે તપાસે છે. તેઓ ટેલિમેડિસિન્સ, ઈમ્યુનાઈઝેશન્સ-રસીકરણો અને લાઈફસ્ટાઈલમાં પરિવર્તનો દ્વારા દીર્ઘકાલીન રોગોના ઉપચાર માટે વ્યક્તિગત સલાહ પણ ઓફર કરે છે. તેઓ રૂબરૂમાં કન્સલ્ટેશન્સ અને સ્ક્રીનિંગ પણ યોજે છે અને ખાસ કેસીસમાં પેશન્ટ્સને સ્પેશિયાલિસ્ટ્સને રીફર કરવામાં તેમજ મેડિકલ ફેસિલિટીઝ સુધી પહોંચાડવામાં પણ મદદ કરે છે.
સેવક પ્રોજેક્ટ ટેકનોલોજી અને માનવમૂડીનો અનોખો સમન્વય પેશ કરે છે જે ગ્રામ્ય વિસ્તારોમાં વિશ્વસનીય હેલ્થકેર સેવા પૂરી પાડવા માટે તૈયાર કરાયો છે. વોશિંગ્ટન ડી.સી.માં WHEELS ગ્લોબલ ફાઉન્ડેશન અને ભારતમાં WIN ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સાથે ભાગીદારીથી આ ઈનિશિયેટિવની સફળતાનો આંક ઊંચે ગયો છે. આ સહકારના પરિણામે, સેવક પ્રોજેક્ટ હેઠળના ગામોમાં 12 રીવર્સ ઓસ્મોસિસ (RO) પ્લાન્ટ્સની સ્થાપના થઈ છે જેના થકી પોસાય તેવા, શુદ્ધ પીવાના પાણીની સુલભતાની ખાતરી મળી છે.
સેવક પ્રોજેક્ટની સિદ્ધિઓમાં એક ચાવીરૂપ સિદ્ધિ ગ્રામ્ય વિસ્તારોમાં સેનિટેશન ફેસિલિટીઝની સુધારણાની છે. સેવકોના પ્રયાસોના પરિણામે, સેવક સ્પોન્સર્ડ ગામોના 85થી 100 ટકા ઘરમાં હવે ઈન-હાઉસ શૌચાલયો છે. સેવક પ્રોજેક્ટ ચેપી ન હોય તેવા રોગોના પ્રાથમિક અને સેકન્ડરી અટકાવ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે જેનાથી સંબંધિત અનારોગ્ય અને મૃત્યુદરમાં ઘટાડો શક્ય બને.
આ પ્રોજેક્ટ હેઠળની મહત્ત્વપૂર્ણ પહેલમાં ટ્યુબરક્લોસીસ (ક્ષય-TB)ને નાબૂદ કરવા અમેરિકન એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (AAPI) તેમજ કોલોબરેશન ટુ એલિમિનેટ ટ્યુબરક્લોસીસ અમોન્ગ્સ્ટ ઈન્ડિયન્સ (CETI) સાથે ભાગીદારીનો સમાવેશ થાય છે. સેવકોને નોન-ઈન્વેઝિવ (વાઢકાપરહિત) ટેકનોલોજીના ઉપયોગ સાથે 11થી 40 વયજૂથની સ્ત્રીઓમાં હિમોગ્લોબીન સ્તરની દેખરેખ રાખવા માટે તાલીમ અપાયેલી છે. તેમણે ભાવિ માતૃત્વ અને બાળ આરોગ્યની સમસ્યા- જટિલતાને અટકાવવા એનીમીઆના કેસીસની વેળાસર ઓળખ અને સારવાર કરી શકાય તે હેતુસર અત્યાર સુધી 42,000થી વધુ સ્ત્રીઓનાં પરીક્ષણો કર્યા છે.
સેવક પ્રોજેક્ટ દ્વારા હેલ્થકેર ઉપરાંત, ગામોમાં મહિલાઓ માટે વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ પણ શરૂ કરાયા છે. પરિવહન સમસ્યાના કારણે ઘણી છોકરીઓ આઠમા ધોરણથી આગળ અભ્યાસ કરી શકતી નથી તે હકીકત ધ્યાને લઈને ગુજરાતમાં સુરેન્દ્રનગર અને ડાંગ સહિત ઘણા જિલ્લાઓ અને બિહારમાં સીવણકેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. આ કોર્સ પરિપૂર્ણ કરવા બદલ અત્યાર સુધી 75 મહિલાને સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોસાય તેવી સેનિટરી પ્રોડક્ટ્સ પૂરી પાડવા અને સ્થાનિકો માટે રોજગારી ઉભી કરવા સેનિટરી પેડ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે
આ પ્રોજેક્ટ અનાથો માટે મકાનોના નિર્માણ, દૃષ્ટિની અક્ષમતા ધરાવતી વ્યક્તિઓ માટે કોર્નિઅલ ટ્રાન્સપ્લાન્ટ, એમ્પ્યુટીઝ (અંગે કપાયેલી વ્યક્તિઓ) માટે પાશ્ચાત્ય સ્ટાઈલના ટોઈલેટ્સ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભાં કરવા સહિત વિવિધ સમુદાયલક્ષી ઈનિશિયેટિવ્ઝને સપોર્ટ આપે છે. આદિવાસી બાળકોને દર વર્ષે 5000 પુસ્તકોના વિતરણ સાથે શૈક્ષણિક પહોંચને પણ વધારે છે.
સેવક પ્રોજેક્ટને AAPI, GOPIO અને WHEELS ગ્લોબલ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓએ બિરદાવ્યો છે. કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) દ્વારા નવેમ્બર 2023માં એવોર્ડ થકી તેનું સન્માન પણ કરાયું હતું. આગળ વધીને આ પ્રોજેક્ટ એક સમયે એક ગામમાં તંદુરસ્ત સમુદાયોના નિર્માણના લક્ષ્ય સાથે સમગ્ર ભારત અને વિશ્વમાં પણ તેના આ મોડેલને વિસ્તારવાનો હેતુ ધરાવે છે. સેવક ફાઉન્ડેશનના ચેરમેન ડો. ઠાકોરભાઈ જી. પટેલ MD, MACP, FRCP જાહેર સપોર્ટ સાથે સેવક મોડેલની વિસ્તરણક્ષમતા પર ભાર મૂકે છે અને ગ્રામ્ય હેલ્થકેરના રૂપાંતરણના મિશનને આગળ ધપાવવા ઈચ્છુક છે.