લંડનઃ સ્ટીફન લોરેન્સના એક શકમંદ હત્યારા જેમી એકોર્ટે ૪ મિલિયન પાઉન્ડના ડ્રગ સોદામાં પોતે મુખ્ય હોવાનું કબૂલ કરતાં હવે હત્યાના પાંચમાંથી ચાર શકમંદ જેલભેગા થયા છે.
નોર્થ ઈસ્ટ ઈંગ્લેન્ડમાં કેનાબી રેઝિન નામની ડ્રગ પહોંચાડવાનું ષડયંત્ર ઘડવા બદલ જેમી એકોર્ટ (૪૨) હવે તેના ભાઈ નીલ (૪૩) સાથે જેલ પહોંચી ગયો છે. ૧૯૯૩માં સાઉથઈસ્ટ લંડનના એલ્ધામમાં ૧૮ વર્ષીય સ્ટીફનની હત્યામાં આ બન્ને શકમંદ હતા. ડીએનએ ટેસ્ટના આધારે ગેરી ડોબસન અને ડેવિડ નોરિસ પર ટ્રાયલ ચલાવાઈ હતી અને સ્ટીફનની હત્યામાં દોષી ઠેરવાયા હતા. તેમને ૨૦૧૨માં જનમટીપની સજા કરાઈ હતી.