BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન ખાતે ગુરૂવારે સાંજે ધામધૂમપૂર્વક હોળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાવિક ભક્તોએ હોલીકા પૂજન કરી હોળીકા માતાને ધાન્ય, ધાણી, ખજૂર, શ્રીફળ વગેરે પ્રસાદ તરીકે અર્પણ કર્યા હતા. કેટલાકે દુધ તેમજ પાણી અર્પણ કરી પ્રદક્ષિણા ફરી હતી.
દર વર્ષની જેમ ઉત્સવપ્રિય લોકોએ વિવિધ ફૂડ સ્ટોલ પરથી મનભાવન સ્વાદિષ્ટ વાનગીઅોની મજા પણ માણી હતી. અમુક ભક્તોએ પરંપરા મુજબ હોળી માતાને અનાજ અર્પણ કર્યું હતું.