સમગ્ર યુકેમાં અને ખાસ કરીને લંડનમાં રહેતા ભારતીય પરિવારોના ઘર પર ત્રાટકીને ચોરી લુંટફાટના બનાવો વધી રહ્યા છે ત્યારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન દ્વારા પોલીસના સહયોગમાં સત્સંગીઅો અને સૌ કોઇ માટે જાગૃતી ફેલાવવા એક ઝૂંબેશનું આયોજન શનિવાર તા. ૧૭મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ સાંજે મંદિરમાં કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર કમલ પટેલ (મેટ્રોપોલિટન પોલીસ લીડ ફોર કોમ્યુનિટી એંગેજમેન્ટ ફેમિલી ગોલ્ડ) દ્વારા શનિવારે સભામાં (૭થી ૯) હાલમાં થઇ રહેલી સોનાના દાગીનાની ચોરીઅોના બનાવો અને આવા ગુનાઅોને રોકવા માટે સમુદાય કેવી રીતે એક-બીજા સાથે મળીને કામ કરી શકે તે વિશે ઉપયોગી માહિતી આપશે. નીસડન મંદિર ખાતે દર્શનાર્થીઅો સોનાના દાગીનાની ચોરીઅો અટકાવવા શું પગલા લઇ શકાય તે વિષે વિસ્તૃત સમજ આપતા મંદિરના ફોયરમાં રખાયેલા સ્ટેન્ડની મુલાકાત આગામી શનિવાર તા. ૧૭ ફેબ્રુઆરી અને શનિવાર તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ લઇ શકશે.