કમ્પાલા, યુગાન્ડામાં ઉછરેલા અને ૧૯૭૨માં યુકે સ્થાયી થયેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના નિષ્ઠાવાન સત્સંગી શ્રી હસમુખભાઈ મગનભાઇ પટેલ (મહેળાવ)નું શનિવાર તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૬૯ વર્ષની વયે દુ:ખદ અવસાન થયું.
તેમણે ઘણા વર્ષો સુધી મંદિરમાં કેટરિંગ વિભાગમાં સેવા કરી હતી. તેઅો જગદીશભાઈ (એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ, BAPS), ઈન્દુબેન (કેટરિંગ ડિપાર્ટમેન્ટ, BAPS) અને મધુબેનના ભાઇ હતા. હસમુખભાઈને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના દર્શન, બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ મળ્યા હતા.
સદ્ગતની પ્રાર્થના સભા શુક્રવાર તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ સાંજે ૭થી ૯-૩૦ દરમિયાન સ્વામિનારાયણ સ્કૂલ - જિમ, 260 બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન, NW10 8HE ખાતે રાખવામાં આવી છે.
સંપર્ક: જગદીશભાઈ (ભાઈ): 07723 350 625 અને હિરેન (પુત્ર): 07984 458 230.