બ્રિટિશ સનાતન સોસાયટી (BSS) દ્વારા સતત બીજા વર્ષે 12 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણીનું આયોજન થયું છે. આ પ્રસંગે સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પઠન ઉપરાંત સહુકોઇ માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે. સમગ્ર આયોજન વોલફિન્ચ હોમ કેરના સહયોગથી હાથ ધરાયું છે.
રજિસ્ટર્ડ ચેરિટી તરીકે નોંધાયેલી BSS દ્વારા સમુદાયના લાભાર્થે સમયાંતરે વિવિધ આયોજન થતા રહે છે, જેમાં CPR ટ્રેનિંગ, ભોજન વિતરણ, ધાર્મિક કાર્યક્રમો વગેરેનો સમાવેશ થાય છે. BSS લંડનમાં હનુમાનજીનું પહેલું મંદિર સ્થાપવા પણ પ્રયત્નશીલ છે.
તારીખ અને સમયઃ 12 એપ્રિલ - બપોરે 2.00 વાગ્યાથી.
સ્થળઃ અવન્તિ હાઉસ સેકન્ડરી સ્કૂલ, વેમ્બરો રોડ, સ્ટેનમોર - HA7 2EQ