ગુજરાત હિંદુ સોસાયટી (GHS) દ્વારા ૨ થી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન દસ દિવસના ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લાં દિવસે એટલે કે ૧૨મીએ ભગવાન ગણેશજીની મૂર્તિનું લીવરપૂલ ખાતે રિવર મર્સીમાં વિસર્જન કરાયું હતું. ગણેશજીની મૂર્તિ ઈકો ફ્રેન્ડલી હતી જે માટીમાંથી બનાવવામાં આવી હતી.
ભારતમાં ખૂબ લોકપ્રિય આ મહોત્સવમાં યુકેના વિવિધ વિસ્તારોમાંથી ૧,૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. હિંદુ કાઉન્સિલ ઓફ નોર્થ સાથે મળીને ભારતીય મંડળ, એશ્ટન દ્વારા આ ઉત્સવનું આયોજન કરાયું હતું. જુદાજુદા શહેરોમાંથી આવેલા ભાવિક ભક્તોએ ચાર્ટર્ડ ફેરીઝનું બુકિંગ કરાવ્યું હતું. આ ફેરી તેમને રિવર મર્સીના મધ્યભાગ સુધી લઈ ગઈ હતી.ત્યાં ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. ત પછી ગણેશજીની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરાયું હતું. ભગવાન ગણેશ વિઘ્નહર્તા છે અને હિંદુઓ કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતાં પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરે છે.
વધુ માહિતી માટે સંપર્ક. અભિ, GHS સેન્ટર મેનેજર 01772 253 912