LCNL દ્વારા રવિવારે મેડિકલ આઇ કેમ્પ

Wednesday 27th November 2024 04:47 EST
 
 

એલસીએનએલ દ્વારા પહેલી વખત માત્ર આંખો માટે મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં મૂરફિલ્ડ આઇ હોસ્પિટલમાં કામ કરતાં ડો. મીરા રાડિયા અને ભરત રુઘાની ઉપરાંત એસેક્સના કન્સલ્ટન્ટ ઓપ્થેલ્મિક સર્જન ડો. નિરલ કારિયા સેવા આપશે. કેમ્પમાં ઉપસ્થિત નિષ્ણાતો આંખની સમસ્યા સંબંધિત આપના પ્રશ્નોના ઉત્તર આપશે. સાથે સાથે જ આ પ્રસંગે કેટેરેક્ટ્સ, ગ્લુકોમા, ડ્રાય આઇ્સ, હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટસની આંખ પર અસર વગેરે વિષય પર પ્રવચનો પણ યોજાયા છે.

• તારીખ અને સમયઃ 1 ડિસેમ્બર (સવારે 11.30થી બપોરે 3.30)
• સ્થળઃ ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો - HA2 8AX

વધુ માહિતી માટે સંપર્કઃ પ્રો. ભીખુ કોટેચા - 07885 333 006 / મધુ પોપટ - 07500 701 318


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter