લંડનઃ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા ત્રીજી ડિસેમ્બર - રવિવારે સવારે 10થી સવારે સાંજે 4 વાગ્યા સુધી સાઉથ હેરોમાં ધામેચા લોહાણા સેન્ટર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન થયું છે. LCNLના પ્રમુખ મીનાબહેન જસાણીએ કહ્યું હતું કે મેડિકલ કેમ્પ દરમિયાન નેત્રનિદાનથી માંડીને ઓબેસિટી, બીએમઆઇ સ્ક્રિનિંગ, બ્લડ પ્રેશર, મહિલાઓને લગતી સમસ્યાઓ અને સામાન્ય માનસિક આરોગ્યથી લઇને ઓર્ગન ડોનેશન જાગૃતિના કાર્યક્રમોનુ આયોજન થયું છે. સવારે 11થી બપોરે 1 દરમિયાન હાઇ બ્લેડ પ્રેશર, મેનોપોઝ, પ્રોસ્ટેટ કેન્સર, વડીલોમાં પડી જવાની સમસ્યા અને ઓર્ગન ડોનેશન અંગે પ્રવચનો યોજાશે.