લંડનઃ નહેરુ સેન્ટર ખાતે તા. ૫ મેએ લંડન શરદ ઉત્સવ (LSU) દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૬મી જન્મજયંતીની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. LSUના સભ્યોએ તેમાં ભાગ લઈને તેમની કલા, કૌશલ્ય અને પ્રતિભાનો પરિચય આપ્યો હતો. ટાગોરની દરેક જયંતીએ LSU તેમની કૃતિને થીમ બનાવે છે. આ વર્ષે ‘ટાગોર એક પ્રવાસી’ વિષય હતો. તેને કેન્દ્રમાં રાખીને ગીતો અને નૃત્ય રજૂ કરાયા હતા.
LSU તરફથી અમીત ગુહા, સંદીપ મલિક, સૈકત રોયચૈધરી, સુરંજન સોમ, નૃપેન મોંડલ, શર્મિષ્ઠા ગુહા, તનુશ્રી ગુહા, રંજના બેનરજી, નિલાંજના નાગે ગીતો ગાયા હતા. જ્યારે બિદિશા દત્તા, સંધ્યા સેન, સાહેલી દાસ મોંડલ, ઈશા ચક્રવર્તી,એ નૃત્યો રજૂ કર્યા હતા. પિયાસ બરુઆએ તબવા પર સંગત આપી હતી અને અનિર્બાન રોય ચૌધરીએ ટાગોરની યાદગાર કવિતાઓ પૈકી એકનું પઠન કર્યું હતું, આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિર્મલ નાગ અને સુદેષ્ણા સોમે કર્યું હતું.
કાર્યક્રમના ભાગરૂપે LSU દ્વારા નહેરુ સેન્ટર ખાતે વિઝ્યુઅલ આર્ટ્સનું એક્ઝિબિશન પણ યોજાયું હતું.તેમાં મહુઆ બેજ, શિન્જીની ઠાકુર અને રૂબી ભટ્ટાચાર્યની કલાકૃતિઓ રજૂ કરાઈ હતી.