લંડનઃ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ (OCHS) દ્વારા ગયા વર્ષે જુલાઇમાં શરૂ કરાયેલા કોર્સીસને મળેલી સફળતાને પગલે ફરીથી આ મહિને હિંદુ ધર્મ વિશેના વિવિધ ઓનલાઈન કોર્સીસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ ઉપનિષદોનો ટૂંકો કોર્સ, ભગવદ ગીતા, વેદો અને ઉપનિષદો, યોગની ફિલોસોફી, હિંદુ ધર્મનો પરીચય- કર્મકાંડ, યોગા, જાતિ અને લિંગ, હિંદુ ધર્મનો પરીચય- ઈતિહાસ, ટેક્સ્ટ અને ફિલોસોફીનો સમાવેશ થાય છે.
OCHS વિશ્વના તમામ ભાગો અને સમયની હિંદુ સંસ્કૃતિઓ, સમાજો, ફિલોસોફી, ધર્મો અને ભાષાઓના અભ્યાસ માટેની એકેડેમી છે. OCHS ભારતની સાંસ્કૃતિક વીરાસતનું જતન કરવા તેમજ શિક્ષણ, પ્રકાશન અને સંશોધનની વિસ્તૃત યોજના દ્વારા તેની સારી સમજ ફેલાવવાની દિશામાં કાર્યરત છે. OCHS ઓક્સફર્ડ યુનિવર્સિટીનું માન્ય સ્વતંત્ર સેન્ટર છે.
OCHS ના તમામ કોર્સ વિશેની વધુ માહિતી ochsonline.org વેબસાઈટ પર ઉપલબ્ધ છે. કોર્સની ટૂંકી માહિતી https://youtu.be/M55gjRJqWC0 પર મળી શકશે.