લંડનઃ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS) દ્વારા હિન્દુત્વ સંબંધિત વિષયો પર લેક્ચર્સ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. માઈકલમસ ટર્મ ૨૦૧૭ હેછળ આ લેક્ચર્સનો આરંભ રવિવાર આઠ ઓક્ટોબરથી કરાયો છે અને શનિવાર બીજી ડિસેમ્બર ૨૦૧૭ સુધી ચાલશે.
આ દરમિયાન, વિદ્વાનો અને નિષ્ણાતો દ્વારા હિન્દુ પ્રણાલીઓ અને સામાજિક સંસ્થાઓના મધ્યયુગીન આરંભના વેદ, ઉપનિષદો અને ભગવદ-ગીતા સહિતના ઐતિહાસિક સ્રોતો, સંસ્કૃત ભાષાની પ્રાથમિક સમજ અને વ્યાકરણ, ફીનોમિનોલોજી, તાંત્રિકશાસ્ત્ર અને યોગિક ઉત્ક્રાંતિ, સોમરસ, હિન્દુ મૂર્તિપૂજાનું મહત્ત્વ અને આરંભ, મૂર્તિશાસ્ત્ર, પંચદેવની પૂજા, સાક્ત પરંપરાઓ, દેવીમહિમા, ત્રિપુરારહસ્ય અને કુંડલિની યોગ સહિતના વિષયો પર સમજ અપાશે અને ચર્ચા પણ કરવામાં આવશે.