એડવેન્ચર ટ્રાવેલ એન્ડ ટ્રેકિંગનો વ્યાપ વધતો જાય છે ત્યારે નેપાળ, તિબેટ, કૈલાશ માનસરોવર, ભારત, ભૂતાન, શ્રીલંકા અને વિયેતનામની ટ્રીપ્સના આયોજનમાં ખૂબ જ કુશળ અને એવોર્ડ વિજેતા અર્થબાઉન્ડ એક્પિડિશન્સ ખૂબજ લોકપ્રિય થઇ રહી છે. ટ્રેકિંગ, ટ્રાવેલ અથવા વોકિંગ હોલિડે માટે અર્થબાઉન્ડની ગ્રેટ હિમાલયન માઉન્ટેન્સ અને તે ઉપરાંત સાઉથઈસ્ટ એશિયાના ‘ઓફ ધ બીટન પાથ’ સ્થળોના સ્વતંત્ર અથવા ગ્રૂપ ટ્રાવેલર્સના પ્રવાસમાં તેઅો નિષ્ણાત છે.
સહેલાથી લઈને અત્યંત કપરા સાહસોની ૧૦૦થી વધુ અદભૂત, વ્યવસ્થિત રીતે આયોજીત ટૂર અને ટ્રેક આઇટીનરીઝ તેઅો તૈયાર કરી આપે છે. દુનિયાભરમાં ફેલાયેલા તેમના પાર્ટનરોએ તેમના શ્રેષ્ઠ પ્રવાસ આયોજન માટે લોનલી પ્લેનેટ, ટ્રીપ એડવાઈઝર અને ધ ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા એશિયાની સૌથી વિશાળ નેટવર્ક ધરાવતી અને વિશ્વાસપાત્ર કંપનીઓ પૈકીની એક કંપની તરીકે પ્રશંસા મેળવી છે. જ્યાં દંતકથા હકીકત બની જાય અને સ્વર્ગ અને પૃથ્વીનું મિલન થતું હોય તથા આજીવન સંભારણુ બની જાય તેવા પૃથ્વી પરના કેટલાક સૌથી રોમાંચક સ્થળોના તેમના પ્રવાસમાં જોડાવા જેવું છે.
ટ્રાવેલ..ટુર...એડવેન્ચર
નેપાળ, તિબેટ, ભૂટાન, ભારત, શ્રીલંકા, વિયેતનામ, કંબોડિયા, ટ્રેકિંગ, એવરેસ્ટ, અન્નપૂર્ણા અને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવાસો (કેલાસ માનસરોવર યાત્રા અને ચારધામ યાત્રા) સહિતના પ્રવાસોનું આયોજન કરે છે. તાજેતરના વર્ષોમાં બિઝનેસ વધતા ટાન્ઝાનિયાના કિલીમંજોરો, મોરોક્કો અને દક્ષિણ અમેરિકાના પેરુ અને બોલિવિયા તેમજ ઇન્કા ટ્રાયલ રૂટ પર પર્વતારોહણનો સમાવેશ પોતાની ટૂર્સમાં કર્યો છે. આજે આ ટૂરીસ્ટ એટ્રેક્શન માટે વર્ષે દસેક પ્રવાસના આયોજન કરે છે. તેઅો લાયસન્સ ધરાવતા, સર્ટિફાઈડ ગાઈડ અને પોર્ટર, રહેવા માટેની શ્રેષ્ઠ સુવિધા, ભરોસાપાત્ર ટ્રાન્સપોર્ટેશન અને ૨૪x૭ ઈમરજન્સી મદદની સુવિધા સાથે કોઈપણ અગવડ ન પડે તેવી સેવાઅો આપે છે. દરેક પ્રવાસીની સલામતી અને સ્વસ્થતા તેમની ટોચની પ્રાથમિકતા છે જેથી દરેક ગ્રાહક નિશ્ચિંત રહી શકે છે.
નેપાળમાં તેમની ૨૦૦ વ્યક્તિની ટીમને લીધે એકલા પ્રવાસી, નાના અથવા મોટા ગ્રૂપ અને કંપનીઓ તથા સંસ્થાઓને સારી સેવા પૂરી પાડી શકે છે. તમામ વયના લોકો, ફેમિલી ટ્રીપથી લઈને સિનિયર સિટીઝન્સનો પ્રવાસ સુખદ બનાવવા માટે તેઅો જાણીતા છે. તેઅો તમામ પ્રકારના એડવેન્ચરની સર્વિસ આપે છે અને નેપાળની ટ્રીપને જીવનનું યાદગાર સંભારણું બનાવે છે.
અર્થબાઉન્ડ એક્સપિડેશન્સ લિમિટેડના સંચાલક બદરી ગજુરેલ નેપાળના વતની છે અને તેમણે સિંગાપોર અને પછી યુકેમાંથી ટ્રાવેલ એન્ડ ટુરીઝમની ડિગ્રી મેળવી છે. તેમણે ૨૦૧૧માં યુકેમાં ટૂર કંપનીની સ્થાપના કરી હતી. તેમણે પોતાનું જીવન ઉચ્ચ ધોરણો અને લોકોની સેવામાં સમર્પિત કર્યું છે અને હરહંમેશ સેવાઅોમાં સુધારો લાવવા અને નવાનવા આયોજનો કરવા પ્રયત્ન કરે છે. જેને પગલે અર્થબાઉન્ડ એક્સ્પેકિશન્સ લિમિટેડ ખૂબ જ પ્રતિષ્ઠિત નામ ધરાવે છે. તેઅો નેપાળ અને યુકેમાં ચેરિટી કાર્યો માટે ખૂબ જ ફાળો આપે છે. તેમણે નેપાળના દૂરના વિસ્તારોમાં શાળાઓના નિર્માણમાં અને હજારો વંચિત, અનાથ અને લાચાર બાળકોને મદદ કરી છે.
ચિંતામુક્ત શ્રેષ્ઠ પ્રવાસ અને પર્વતારોહણ માટે કૃપા કરીને www.earthboundexpeditions.co.uk ની મુલાકાત લો અથવા ફોન કરો 020 8422 6376.