આનંદ મેળાનું આગમન : વેપાર – ધંધાના વિકાસ અને પ્રસિધ્ધી માટે શ્રેષ્ઠ સ્થળ આનંદ મેળો

Tuesday 17th April 2018 12:58 EDT
 
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ (HA3 5BD) ખાતે સતત આઠમા વર્ષે અબાલવૃધ્ધ સૌ કોઇના લોકપ્રિય આનંદ મેળાનું શાનદાર આયોજન થઇ રહ્યું છે.

આનંદ મેળો એક એવું આયોજન છે જ્યાં ગીત, સંગીત, નૃત્ય અને મનોરંજનનો માહાસાગર છલકાય છે. સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગયેલા મેળામાં મહાલવા માટે માત્ર લંડન જ નહિં આજુબાજુના નગરમાંથી પણ ભારતીયો કોચ અને કાર લઇને ઉમટી આવે છે.

આનંદ મેળામાં વિવિધ ચીરજ-વસ્તુઅો, ફેશનેબલ કપડા, જ્વેલરીની ખરીદીની મઝા તો માણવા મળે જે છે સાથે સાથે પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાણીપુરી અને ચાટ્સ, દાબેલી, ફરસાણ વગેરેના સ્ટોલ્સ પરથી ખાણીપીણીની મજા પણ માણી શકશો. આ ઉપરાંત આગવુ અને વિશેષ આકર્ષણ સમા સાંસ્કૃતિક કાર્યક્રમો તો તમારી રાહ જુએ છે. વ્યક્તિદીઠ માત્ર £૨.૫૦ની પ્રવેશ ફી (૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત) છે અને તે પ્રવેશ ફીની સંપૂર્ણ આવક પસંદગીની ચેરીટીને અર્પણ કરાશે. વળી પ્રથમ ૩ કલાક માટે મફત વિશાળ કાર પાર્કીંગની સગવડ પણ છે.

આનંદ મેળામાં છેલ્લા ૭ વર્ષથી નાનામોટા વેપારીઅો પોતાનો સ્ટોલ રાખીને માત્ર પોતાનો માલ સામાન અને સેવા જ નથી વેચતા પોતાનું નામ અેન ઇજ્જર પણ કમાઇ રહ્યા છે. જી હા, આનંદ મેળામાં વર્ષો વર્ષ આવતા સેંકડો લોકો સમક્ષ નાના મોટા વેપારીઅો, ઉત્પાદકો અને સંસ્થાઅો પોતાના વેપાર, સેવાઅો અને સંસ્થાનું વિશાળ વર્ગ સુધી પહોંચીને પોતાનું માર્કેટીંગ અને જાહેરાત કરી શકે છે. આપ આનંદ મેળામાં આવતા વિશાળ વાચક વર્ગ સુધી પહોંચીને નવા ગ્રાહકો બાંધી શકો છો. તમે નાનકડો ધંધો કરતા હો અને હાઇ સ્ટ્રીટ પર દુકાન રાખી શકો તેમ ન હો અને તમે ચાહતા હો કે ગ્રાહકોનો મોટો સમૂહ તમારા સુધી પહોંચે તો પછી આનંદ મેળા જેવો શ્રેષ્ઠ વિકલ્પ કોઇ નથી. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળો ૫,૦૦૦થી વધુ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.

સાડી-જવેલરી, કપડા, શણગાર, મહેંદી, તૈયાર નાસ્તા કે ઘર સજાવટની વિવિધ ચીજ-વસ્તુઅોનો વેપાર કરતા હો અને બ્યુટી, વેડીંગ પ્લાનર, ટ્રાવેલ અને ટૂરીઝમ, શિક્ષણ, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅોનો લાભ આપતા હો તો આજે જ આપના સ્ટોલ માટે સંપર્ક કરો. સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે અાજે જ કાર્યાલયમાં ફોન કરો 020 7749 4085.

આનંદ મેળાના સૌથી લોકપ્રિય અને સૌનું આકર્ષણ બનતા મનોરંજક કાર્યક્રમોમાં નાનકડા બાળ કલાકારોના નૃત્યો, કથક નૃત્ય, વિખ્યાત ગાયક કલકારોના બોલીવુડ ગીત-સંગીત, રાસ-ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. જો અપની સંસ્થા, ગુજરાતી શાળા, સંગઠન કે મંડળ દ્વારા બાળકો કે યુવાનો દ્વારા ગીત, સંગીત અને નૃત્યો કે અન્ય લોકભોગ્ય કાર્યક્રમ તૈયાર કરાતા હોય અને આપ તેને આનંદ મેળામાં રજૂ કરવા માંગતા હો તો અમે આનંદ મેળામાં રજૂ કરવા માટે ઉત્સુક છીએ. આ માટે આજે જ કમલ રાવનો ઇમેઇલ [email protected] અથવા ફોન 07875 229 211 ઉપર સંપર્ક કરવા વિનંતી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter