ભાંડિરવન (ઉ.પ્ર.) ખાતે શ્રી મહાપ્રભુજીના બેઠક અને રાજકોટ, કાલોલ, શિવરાજગઢ, નવાગામ વગેરે વિભિન્ન સ્થળોએ નીજ મંદિરો ધરાવતા શ્રી અભિષેકકુમાર મહારાજ તા. ૧૮ જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન યુકેના પ્રવાસે પધારી રહ્યા છે. તેમણે નવયુગ વિદ્યાલય તથા એલ.એલ.ડી. કોલેજ મુંબઈમાં અને સાંપ્રદાયિક સાહિત્યમાં વિવિધ વિષયોનો સવિસ્તૃત અભ્યાસ કર્યો છે. તેઅો સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, વ્રજભાષા, મારવાડી ભાષા જાણે છે. તેમણે કલકત્તા શાંતિનિકેતન આર્ટ કોલેજમાં શિલ્પકલાનો પણ અભ્યાસ કર્યો છે.
શ્રી અભિષેકકુમારને પ્રભુના વિવિધ મનોરથ કરવામાં ખૂબ જ રુચિ છે અને મૃદંગ (પખાવજ)ના પારંગત છે. આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે સાંપ્રદાયિક લેખ તથા વાંચનમાં ગૌસેવામાં પણ રુચિ ધરાવે છે. તેમના દ્વારા માનવ સેવાના કાર્યક્રમો, શિબિરો, કાર્યક્રમો, મહોત્સવો વર્ષોથી કરવામાં આવે છે. હાલમાં તેઅો શ્રીકૃષ્ણાશ્રય હવેલી રોયલ પાર્ક, રાજકોટ ખાતે બિરાજે છે. તેમની પધરામણી અને માહિતી માટે સંપર્ક: Ramesh Raichura 07951 578 679.