આપણા અતિથિઃ વિનોદભાઈ પટેલ

Wednesday 19th June 2024 05:53 EDT
 
 

ગુજરાતના ગૌરવવંતા કલાકાર, ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ગાયક શ્રી વિનોદ પટેલ લંડનની મુલાકાતે આવ્યા છે. 35 જેટલા દેશોમાં 3450થી વધુ સંગીત કાર્યક્રમો આપી ચૂકેલા વિનોદભાઈ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય રાજકોટથી શિક્ષિત અને આકાશવાણી રાજકોટના એ ગ્રેડના કલાકાર છે. સંગીત નૃત્યનાટ્ય અકાદમી ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌરવ અવાર્ડ સહિત દેશ-વિદેશમાં 15થી વધુ એવાર્ડથી સન્માનિત થયેલા વિનોદભાઈની કલાને સંગીત અને ધાર્મિક ક્ષેત્રની હસ્તીઓ ખાસ બિરદાવ્યું છે. લંડનમાં તેમનો સંપર્ક આ WhatsApp નંબર પર કરી શકાશે-
+91 94262 43434. Email - vinodpatelmusic@gmail.com




to the free, weekly Gujarat Samachar email newsletter