ચિન્મય મિશનના વૈશ્વિક વડા પૂ. સ્વામી તેજોમયાનંદજી યુકેની મુલાકાતે પધાર્યા છે અને તા. ૫ થી ૯ અોગસ્ટ ૨૦૧૫ દરમિયાન લોગન હોલ હ્યુસ્ટન, લંડન WC1H 0AL ખાતે રોજ સાંજે ૭-૩૦થી ૯ દરમિયાન તુલસી રામાયણના શ્રી રામ ગીતા પર આધારિત 'ટાઇમલેસ ક્વેશ્ચન્સ ઇટરનલ આન્સર્સ' વિષય પર ઇંગ્લીશમાં પ્રવચન આપનાર છે. આ કાર્યક્રમોમાં પ્રવેશ મફત છે.
સ્વામીજીએ ૧૯૨૦ના દાયકામાં ફીજીક્સમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો હતો અને ભોપાલમાં સ્વામી ચિન્મયાનંદજીના પ્રવચનને સાંભળ્યા બાદ ચિન્મય મિશનમાં જોડાયા હતા.
પૂ. ગુરુજીના નામે અોળખાતા પૂ. સ્વામી તેજોમયાનંદજી વિશ્વભરના ૨૫ દેશોમાં આવેલા ૩૦૦ કેન્દ્રોની સ્થાપના, કોઇમ્બતુરમાં ચિન્મય ઇન્ટરનેશનલ રેસિડેન્શીયલ સ્કૂલ, ૪ લાખ લોકોને લાભ આપતા ૬૦૦ ગામડાઅોમાં ફેલાયેલા ચિન્મય અોર્ગેનાઇઝેશન ફોર રૂરલ ડેવલપમેન્ટ, ૮૦૦ શાળાઅો અને ૭ કોલેજોના સંચાલન અને ખાસ કરીને બેંગલુરુમાં આવેલ ચિન્મય મિશન હોસ્પિટલના નિર્માણ માટે જાણીતા છે. સંપર્ક: 07810 384 311 અને વધુ માહિતી માટે જુઅો 'એશિયન વોઇસ' પાન ૨૫.