ઇંગ્લેન્ડની ધરતી પર ભારતીય ગીત-સંગીત, સંસ્કૃતિ અને ધર્મની ધજાને ફરકાવવાનું અનેરૂ કાર્ય વેમ્બલી ખાતે રહેતા ગાયત્રી ભરત વ્યાસ કરી રહ્યા છે. લગ્નપ્રસંગે લગ્નના ગીતો, ગરબા અને સાંજી તો વિવિધ ધાર્મિક પ્રસંગોે જૈન સત્વનો, ભક્તિ-કિર્તન ગીતો, પ્રાર્થના અને મનોરંજક કાર્યક્રમોમાં ગીત-સંગીતના સુરો લહેરાવતા ગાયત્રી વ્યાસ બ્રિટનમાં મહિલા પૂજારી અને ટુરીસ્ટ ગાઇડ તરીકે કામ કરીને ચીલો ચાતરી રહ્યા છે.
'ગુજરાત સમાચાર'ના જ્યોતિષ વિભાગના લેખક ભરતભાઇ વ્યાસના સુપુત્રી ચિ. ગાયત્રીબેન વ્યાસ માત્ર પાંચ વર્ષની વયે સંસ્કૃતના શ્લોકનું ગાન કરવાનું શરૂ કર્યું હતું. તેમણે એમ કોમ સુધીના અભ્યાસ દરમિયાન સંગીત અને રાસ-ગરબા ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં નામના મેળવી હતી. એક મહિલા હોવા છતાં ગુજરાતી, ઇંગ્લીશ અને હિન્દી ભાષામાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ શ્રી સત્યનારાયણ કથા, માતાજી તેડવા, લગ્ન વિધિ, માટલી, ગાયત્રી યજ્ઞ અને અંતિમક્રિયાની વિધિ કરાવે છે.
પતિ યતીન પટેલ અને પુત્રી રૂષિકા સાથે છેલ્લા ૧૦ વર્ષથી યુકેમાં રહેતા ગાયત્રીબેન વ્યાસ જાણીતા સાંગીતકાર અર્પણ પટેલ અને ગૃપ સાથે ઘણા ગીતસંગીત કાર્યક્રમો રજૂ કરી ચૂક્યા છે. સંપર્ક: 07590 011 605.