બ્રિટિશ ભારતીય પિયાનોવાદક, સંગીતકાર અને ઈકોનોમિક્સના ગ્રેજ્યુએટ ચૌહાણ રાકેશ ચૌહાણનું નામ સંગીત ક્ષેત્રે ઉભરી રહ્યું છે. બાળપણથી જ ગિટાર અને પિયાનો બંને પર પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યા બાદ રાકેશે પિતા રાજેશ ચૌહાણ તેમજ અન્ય ગુરૂઅોના સથવારે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તાલીમ લેવાનું શરૂ કર્યું હતું.
રોયલ આલ્બર્ટ હોલ, બર્મિંગહામની સિમ્ફની હોલ, સાઉથબેન્ક સેન્ટર, સેજ ગેટ્સશેડ , બ્રિજવોટર હોલ, કાડોગન હોલ અને લંડનના વી એન્ડ એ સંગ્રહાલય ખાતે તેમના કોન્સર્ટ અને રાષ્ટ્રીય બીબીસી રેડિયો પર તેમના કાર્યક્રમ પ્રસ્તુત થઇ ચૂક્યા છે. ઇસ્ટર્ન ઇલેક્ટ્રોનિક ફેસ્ટિવલમાં પણ ઇનામ મેળવી ચૂક્યા છે.
રાકેશનું વખાણાયેલું પ્રથમ આલ્બમ 'બિયોન્ડ રુટ', ૨૦૧૫માં મિલાપફેસ્ટ દ્વારા રજૂ થયું હતું. તેની ટેબ્લોઇડ પ્રેસથી પ્રાઇમ-ટાઇમ રેડિયો પ્લે સુધી અદભૂત પ્રશંસા મળી હતી. રાકેશ નામાંકિત કલાકારો પંડિત બિરજુ મહારાજ, રવિન્દ્ર જૈન, રાજન - સાજન મિશ્રા, રાહત ફતેહ અલી ખાન, હંસ રાજ હંસ અને તલવિનસિંઘ OBE સાથે કાર્યક્રમો રજૂ કરી ચૂક્યો છે. સંપર્ક: www.rekeshchauhan.com