આજકાલ આપણે ડેસ્ટીનેશન વેડિંગ અને બોલીવુડની ફિલ્મોના સેટ જેવા લગ્નોને સોશ્યલ મીડીયા પર જોઇએ ત્યારે આપણી બેન કે દિકરીના લગ્ન પણ આવી જ ધામધૂમથી થવા જોઇએ તેમ લાગે. રંગ ઇવેન્ટ્સ દ્વારા ૪૦ વર્ષના વેડીંગ પ્લાનીંગ મેનેજમેન્ટના અનુભવ પછી ખાતરી આપવામાં આવે છે કે એક વખત રંગ ઇવેન્ટ્સને લગ્ન કે અન્ય પ્રસંગની ઉજવણી સોંપશો તો આપનો પ્રસંગ જીવનભર ભૂલી ન શકાય તેવો લેવીશ, સ્ટાયલીશ અને યુનિક બની રહેશે.
રંગ ઇવેન્ટ્સ ભારત અને ગુજરાતના કોઇ પણ સ્થળે હોલ, લોન્સ, ગ્રાઉન્ડ્સ, બેન્કવેટીંગ સ્યુટ્સ અને હોટેલ્સ પૂરા પાડે છે. ગ્રાહકને સંતોષ થાય અને તેમનો પ્રસંગ ખૂબજ સરસ રીતે સંપન્ન થાય તે માટે કટિબધ્ધ રંગ ઇવેન્ટ્સ ડેસ્ટીનેશન વેડિંગ, કોર્પોરેટ ઇવેન્ટ્સ, બ્રાન્ડ પ્રમોશન ઇવેન્ટ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો, નવરાત્રી-ગણેશ ઉત્સવ જેવા આયોજનો પણ કરે છે.
ગુજરાત અને ભારતમાં ખ્યાતી મેળવ્યા બાદ હવે રંગ ઇવેન્ટ્સ અને તેના સંચાલક કુણાલ કાપડીયા આંતરરાષ્ટ્રીય સ્તરે પગ માંડી લંડનના લોકોને લાભ આપવા આવી રહ્યા છે. તેમના સ્ટોલ નં. ૨૧ની મુલાકાત લઇ જાતે જ ખાતરી કરો.