લંડનઃ આયર્લેન્ડમાં વસતા હિંદુ સમુદાય દ્વારા આ વર્ષે સૌ પ્રથમ વખત ગણેશ ચતુર્થીની ઉજવણી સાથે ગણેશ ઉત્સવ યોજાશે. ૨૫મી ઓગસ્ટે શાસ્ત્રોક્ત વિધિ સાથે ગણેશજીની મૂર્તિનું સ્થાપન થશે અને નોર્ધર્ન આયર્લેન્ડના હરિ કૃષ્ણ મહારાજ દ્વારા પૂજા અર્ચના કરાશે. ૨૬મી ઓગસ્ટે ડેરીમોરના જળમાં ગણેશજીની માટીની મૂર્તિનું ધાર્મિક વિધિ સાથે વિસર્જન કરાશે.
વિસર્જન અગાઉ કિનેગાડથી કિલુકેન સુધીની શોભાયાત્રા યોજાશે જેમાં ભક્તો પગપાળા અને નૃત્ય કરતા જોડાશે. બાદમાં કોમ્યુનિટી લંચનું પણ આયોજન કરાયું છે. હિંદુ નેતા રાજન ઝેડે ગણેશ ઉત્સવની ઉજવણીના આયોજન બદલ કોમ્યુનિટીની પ્રશંસા કરી હતી. તેમણે હિંદુ મૂળના આયર્લેન્ડના વડાપ્રધાન ડો. લિઓ એરિક વરદકરને આ ઉજવણીમાં સામેલ થવા અનુરોધ કર્યો હતો.