નાગ્રેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિખ્યાત ગાયક મુકેશની જન્મ શતાબ્દીની સૂરિલી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 17 ડિસેમ્બરે લેટન રોડ પર આવેલા નાગ્રેચા હોલમાં સંગીતમય કાર્યક્રમ ‘એક પ્યાર કા નગ્મા હૈ’ યોજાયો હતો, જેમાં ગાયકા સલિમ મલિક અને દિપાલી શાસ્ત્રીએ મુકેશના સદાબહાર ગીતો રજૂ કરીને આમંત્રિતોના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે વિનુભાઇ, હસમુખભાઇ નાગ્રેચા અને ઉમીબહેન રાડિયાએ મહેમાનોને આવકાર્યા હતા.