નવલા નવરાત્રિ પર્વના ભાગરૂપે 30 સપ્ટેમ્બરના રોજ કાલાણી સેવા 2022 નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા યોજાઇ હતી. તમામ વય જૂથના લોકોને આવરી લેતી આ રાસ ગરબા સ્પર્ધા 12 વિવિધ કેટેગરીમાં યોજાઇ હતી. જેમાં અનેક ખેલૈયાઓએ ઉલ્લાસભેર ભાગ લઇને વિવિધ શૈલીમાં રાસ ગરબા રજૂ કરી લોકોના મન મોહી લીધા હતા. વિવિધ કેટેગરીના વિજેતાઓને ચંદુભાઇ ગોકાણી એન્ડ સન્સ તથા પરિવાર દ્વારા સ્પોન્સર્ડ આકર્ષક ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કાલાણી સેવા દ્વારા છેલ્લા 14 વર્ષથી રાસ ગરબા સ્પર્ધાનું શાનદાર આયોજન થાય છે.