લંડનસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમના 10 મા પાટોત્સવ પ્રસંગે લિન્ડન ટાઉનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણબાપા અને મુક્તજીવન સ્વામીબાપાની ભવ્ય નગર યાત્રા યોજાઇ હતી. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સદગુરુ શાસ્ત્રીશ્રી આનંદપ્રિયદાસજીસ્વામીએ 2013માં મંદિરની સ્થાપના કરી હતી. તેઓ લંડન ખાતે વિચરણ માટે આઠ વખત પધાર્યા હતા. તેમણે ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ તેવા મંદિરો, શાસ્ત્રોનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે ભરપૂર પ્રયત્નો કરેલા છે. આજના યુવાનો સદાચારના માર્ગે ચાલે તે માટે કુમકુમ મંદિરના સંતો સદૈવ પ્રયત્નશીલ રહ્યા છે. આ નગરયાત્રા માટે યુવાનોએ સાત દિવસની ભારે જહેમત ઉઠાવીને ભવ્ય નાવ બનાવી હતી. દુનિયાભરમાં વસતાં હરિભક્તોને નગરયાત્રાના દિવ્ય દર્શનનો લાભ મળે તે માટે સ્વામિનારાયણ મંદિર-કુમકુમની યુટ્યુબ ચેનલ ઉપર તેનું લાઈવ પ્રસારણ કરાયું હતું.