શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના ‘આનંદધામ’- હીરાપુર ખાતે રવિવાર - પાંચમી ફેબ્રુઆરીએ મહાસુદ - પૂનમની ઉજવણી કરાઇ હતી. આ દિવસે સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની માસિક અંતર્ધાન તિથિ હોવાથી ધ્યાન, ધૂન, ભજન, કીર્તનભક્તિ તેમજ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે પ્રેમવત્સલદાસજી સ્વામીએ સત્સંગ સભાને સંબોધતાં જણાવ્યું હતું કે, ‘સંસારનું સુખ તો બિંદુ જેટલું છે, જ્યારે ભગવાનનું સુખ સિંધુ જેટલું છે. આથી સંસારમાંથી આસક્તિ તોડી, ભગવાનમાં વૃત્તિ જોડવી જોઈએ.’ કાર્યક્રમના અંતે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.