કેનેડાના મિસિસાગા સ્થિત રેડ રોઝ કન્વેન્શન સેન્ટર ખાતે તા. ૨૫.૫.૧૮ના રોજ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ગાલા ૨૦૧૮નું શાનદાર આયોજન ગ્લોબલ ગુજરાતી નેટવર્ક (GGN) અને તેના સ્થાપક વિપુલ જાની દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત તસવીરમાં ડાબેથી એવોર્ડ મેળવનાર શેલ્બી હોસ્પિટલ્સના સીએમડી ભારતના ડો. વિક્રમ શાહ અને શેલ્બી હોસ્પિટલના ડિરેક્ટર અને કન્સલ્ટન્ટ ડેન્ટિસ્ટ તથા ઓરલ ઈમ્પ્લાન્ટોલોજિસ્ટ ડો. દર્શિની વિક્રમ શાહ વતી એવોર્ડ સ્વીકારનાર દર્શીનીબેનના ભાઇઅો માર્ક મહેતા અને સામ મહેતા, ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલ, વિપુલભાઇ જાની, કેનેડાના પ્રતિષ્ઠિત ગીલર પ્રાઈઝના બે વખતના વિજેતા જાણીતા લેખક મોયેઝ જી વાસનજી, સ્થાનિક એમપી યાસ્મિન રતનસી, મોઝામ્બિકના COGEF ગ્રૂપ ઓફ કંપનીઝના ચેરમેન રિઝવાન અડાતિયા, સુરતી સ્વીટ માર્ટ બ્રાન્ડથી સૌ ગુજરાતીના દિલ જીતી લેનારા હરેન શેઠ, અમેરિકાના એલર્જી સ્પેશિયાલિસ્ટ અને ઈન્ડો - અમેરિકન પબ્લિકેશનના પ્રકાશક ડો. સુધીર પરીખ તેમજ આંત્રપ્રિનિયોર અને ભારત બહાર ગુજરાતી ફેસ્ટિવલ ‘ચલો ગુજરાત’ના સંચાલક સુનિલ નાયક નજરે પડે છે. આ સમારોહમાં કેનેડાના ભારત સ્થિત હાઈ કમિશનર નાદિર પટેલ અને ગુજરાતી રંગભૂમિ, ટીવી અને ફિલ્મક્ષેત્રના ટોચના કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયાને પણ એવોર્ડ અપાયો હતો. પરંતુ તેઅો બન્ને સંજોગોવશાત આવી શક્યા નહતા.
આ પ્રસંગે સ્થાનિક એમપી રમેશ સાંઘા, કમલ ખેરા, યાસ્મિન રતનસી, બોબ સરોયા, યેની ક્લેમેન્ટ અને દીપક અોબેરોય તથા અન્ય અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા. વધુ માહિતી માટે જુઅો વેબસાઇટ: www.globalgujaratinetwork.com.