સતત નીતનવા માહિતિસભર વિશેષાંકો અને રસપ્રદ વાંચન સામગ્રી વાચક મિત્રોના કરકમળમાં સાદર અર્પણ કરવાની અનેરી પરંપરા ધરાવતા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષ ૨૦૧૮નું કેલેન્ડર આ સપ્તાહના અંક સાથે સર્વે લવાજમી ગ્રાહકોને મોકલવામાં આવ્યો છે.
પ્રતિ વર્ષ આપ સૌ જેની આતુરતાપૂર્વક રાહ જુઅો છો તે સુંદર, ગ્લોસી અને જાડા પેપર પર છપાયેલ મનોરમ્ય કેલેન્ડરમાં હિંદુ, જૈન, શિખ, બૌધ્ધ, મુસ્લિમ અને ખ્રિસ્તી પર્વોના તહેવાર, તિથી, ચોઘડીયા, વાર, બ્રિટીશ તહેવારો અને રજાઅો તેમજ અગત્યના દિવસોની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવું લવાજમ ભરનાર ગ્રાહકોને પણ (સ્ટોકમાં હશે ત્યાં સુધી) વિપુલ માહિતી ધરાવતું કેલેન્ડર ભેટ આપવામાં આવશે. જે વાચક મિત્રો વધુ કેલેન્ડર ખરીદવા માગંતા હોય તેઅો પ્રતિ કેલેન્ડર દીઠ £૫-૦૦ના દરે (પોસ્ટ એન્ડ પેકેજીંગ સહિત) ખરીદી શકે છે. આ વર્ષે કેલેન્ડર માટેના સ્પોન્સરર 'ઇસ્કોન' છે.
કેલેન્ડર મેળવવા માટે સંપર્ક કરો: 020 7749 4080.