કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતી સ્કૂલ્સ (સીજીએસ)ની તાજેતરમાં યોજાયેલી દ્વિવાર્ષિક સામાન્ય સભામાં નવી એક્ઝિક્યુટિવ કમિટીના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.
નવનિયુક્ત કમિટીમાં જયંતીભાઇ તન્ના - ચેરમેન, શોભાબેન જોષી - વાઇસ ચેરમેન (મિડલેન્ડ્સ), ચેતનાબહેન ભટ્ટ-શાહ - વાઇસ ચેરમેન (નોર્થવેસ્ટ બ્રિટન), વિજયાબહેન ભંડેરી - સેક્રેટરી, રેખાબહેન પટેલ - ટ્રેઝરર, સોનલબહેન શાહ - પૂર્વ ચેરમેનનો સમાવેશ થાય છે. જ્યારે કમિટી સભ્યો તરીકે દીપાબહેન છત્રાલિયા, હસવિનાબહેન શાહ, હિમાબહેન પાબારી, જતીનભાઇ શાહ, પ્રફુલ્લાબહેન શાહ, રિટાબહેન કામદાર, રિટાબહેન પટેલ, તુષારભાઇ શાહ, વેલજીભાઇ વેકરિયાની વરણી કરવામાં આવી હતી.
ગુજરાતી શિક્ષકો માટે કોર્ષ
સંસ્થાની સામાન્ય સભામાં નક્કી થયા મુજબ સીજીએસ દ્વારા આગામી 21 જુલાઇના રોજ ગુજરાતી શિક્ષકો માટે ‘પ્લાનિંગ, એસેસીંગ અને સ્પિકિંગ સ્ટ્રેટેજીસ’ વિષય પર એક દિવસના કોર્ષનું આયોજન થયું છે. તમામ પ્રાયમરી અને જીસીએસઇ શિક્ષકો માટે આ ન ચૂકવા જેવી તક છે. કોર્ષમાં સામેલ થવા ઇચ્છતા લોકોએ 12 જુલાઇ સુધીમાં નિયત ફોર્મમાં અરજી કરી દેવા એક યાદીમાં જણાવાયું છે.
તારીખ અને સમયઃ 21 જુલાઇ, 2024 સવારે 10.30થી સાંજે 4.30
સ્થળઃ સંગત એડવાઇસ સેન્ટર (સેન્ક્રોફ્ટ રોડ, હેરો - HA3 7NS)