ક્રિસ્ટલ ટ્રાવેલ્સ દ્વારા તા. ૧૪ ડિસેમ્બરના રોજ સેન્ટ્રલ લંડનમાં ક્રિસમસ પાર્ટીની ધમાકેદાર ઉજવણી કરાઇ હતી. દુનિયાના કોઇ પણ સ્થળે જવા માટે સસ્તી એર ટિકીટ, હોટેલ, કાર હાયર અને એફોર્ડેબલ લક્ઝુરીયસ હોલીડે માટે જાણીતા મોરસેન્ડ ગૃપની ક્રિસ્ટલ ટ્રાવેલ્સ અને સેમ ટ્રાવેલ્સ દ્વારા યોજાયેલ ક્રિસમસ પાર્ટીમાં વિવિધ એરલાઇન, ટૂર એન્ડ ટ્રાવેલ કંપનીઅોના રીપ્રેઝન્ટેટીવ, ડિરેક્ટર્સ, અધિકારીઅો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
પ્રસ્તુત તસવીરમાં ડાબેથી 'ગુજરાત સમાચાર'ના એડવર્ટાઇઝીંગ મેનેજર શ્રી કિશોરભાઇ પરમાર અને મોરસેન્ડ ગૃપના મહેમાનો, ડિરેક્ટર્સ અને સ્ટાફ નજરે પડે છે.