ક્રોયડન ખાતે દત્ત સહજ યોગ મીશન દ્વારા તા. ૨૧મી જૂનના રોજ ઇન્ટરનેશનલ યોગા ડે પ્રસંગે ખૂબજ સુંદર અને માહિતીપ્રદ પ્રદર્શન યોજી યોગા ડેની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ૧,૦૦૦ કરતા વધારે લોકોએ ઉજવણીમાં ભાગ લીધો હતો અને ધ્યાન, યોગ, શ્વાચ્છોશ્વાસ, યોગ સારવાર વગેરેની માહિતી મેળવી યોગ કર્યા હતા. પ્રસ્તુત તસવીરમાં ઉપસ્થિત રહેલા ક્રોયડનના ડેપ્યુટી મેયર શ્રી વેન ટ્રાકાસ-લાવલોર, ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્નર શ્રી વિરેન્દ્ર પૌલ, ટ્રસ્ટી શ્રી બીરેન પટેલ અને આયોજક શ્રી ચંદ્રકાન્તભાઇ શુક્લ નજરે પડે છે.