ક્રોયડનમાં દીપાવલિ પર્વે નોર્થ એન્ડ ક્રોયડન ખાતે તા. ૩૧-૧૦-૧૫ના રોજ દીવાળી મેળાનું શાનદઆર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડો સ્થાનિક રહેવાસીઅો અને ભારતીયોએ મનભરીને નૃત્ય, રાસગરબા, ભારતીય વ્યંજનો, સ્ટોલ્સ અને મનોરંજક કાર્યક્રમની મોજ માણી હતી. આ પ્રસંગે ક્રોયડનના મેયર સુશ્રી પેટ્રીસીયા હે-જસ્ટીસે મેળાની મુલાકાત લઇ સૌને શુભકામનાઅો પાઠવી હતી તેમજ મેયર પેટ્રીસીયાએ રાસગરબાનો આનંદ લીધો હતો.
કાર્યક્રમના આયોજક ક્રોયડન હિન્દુ કાઉન્સિલના ચેરપર્સન મયુરાબેન પટેલે જણાવ્યું હતું કે 'આ કાર્યક્રમને ખૂબજ સુંદર સફળતા સાંપડી હતી.