લંડનઃ નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ, ગીતા ફાઉન્ડેશન તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવા ટેવિસ્ટોક સ્ક્વેરથી પાર્લામેન્ટ સ્ક્વેર સુધી ગાંધી પદયાત્રાનું આયોજન કરાયું છે. ભારતના હાઈ કમિશનર શ્રીમતી રુચિ ઘમશ્યામ આ પદયાત્રાને લીલી ઝંડી આપશે.
બીજી ઓક્ટોબર બુધવારે ટેવિસ્ટોક સ્કવેર ખાતે સવારે ૧૧.૪૫ કલાકે વાર્ષિક પુષ્પાંજલિ કાર્યક્રમ પછી પદયાત્રાનો આરંભ કરાશે. આપ પદયાત્રામાં જોડાઈ અથવા બસ દ્વારા પાર્લામેન્ટ સ્ક્વેર પહોંચી શકો છો. પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે બપોરના ૧૨.૪૫થી ૨.૦૦ કલાક દરમિયાન પુષ્પાંજલિ પછી મહાનુભાવો અને વિવિધ સ્વયંસેવી સંસ્થાઓના અગ્રણીઓ સંબોધન કરશે. આ ઉપરાંત, નૃત્યો અને ગરબાની રમઝટ પણ જામશે.