લંડનઃ ISKCON ભક્તિવેદાંત મેનોરની ઉત્સાહી કોમ્યુનિટી દ્વારા વધુ એક રોમાંચક પ્રોજેક્ટ ‘Gita Walk’નું રવિવાર, ૧૬ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ આયોજન કરાયું છે. ગીતા વોકની શરૂઆત એજવેરમાં કૃષ્ણા અવંતિ સ્કૂલથી કરાશે અને ભક્તિવેદાંત મેનોર ખાતે સમાપન થશે. ગીતા વોકમાં ભાગ લેનારાઓ કીર્તન, પ્રસાદ અને પારિવારિક આનંદનો લાભ મેળવશે.
પ્રાયોજિત ચેરિટી વોક ભક્તિવેદાંત મેનોરને તેના સ્વપ્નને પરિપૂર્ણ કરવા તરફ વધુ નજીક લઈ જશે. શ્રી કૃષ્ણ હવેલી બિલ્ડિંગ્સ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શિક્ષણ અર્થે કોમ્યુનિટીઓને નિકટ લાવવાની સવલતો પૂરી પાડશે તેમજ વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે આધ્યાત્મિક કાયાકલ્પનું સાધન બની રહેશે. ગીતા વોકમાં ભાગ લેનાર પ્રત્યેક વ્યક્તિ પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતાના શ્ર્લોકનું પ્રતિનિધિત્વ કરશે અને આ રીતે અનોખા પ્રોજેક્ટમાં પોતાનું પ્રદાન આપશે.
શ્રી કૃષ્ણ હવેલી કોમ્યુનિટી દ્વારા શ્રી શ્રી રાધા ગોકુલાનંદની સેવા-પૂજા કરવાનો અધિકાર પ્રાપ્ત કરવા દાયકાઓના સંઘર્ષ અને બલિદાનોનું પરિણામ છે. આયોજકોનો હેતુ ગીતા વોકમાં ભાગ લેનારાઓ તેઓ મેળવી શકે તેટલું ભંડોળ એકત્ર કરી પ્રોજેક્ટને સપોર્ટ કરવાની તક આપવા સાથે તંદુરસ્ત રહેવા અને આધ્યાત્મિક અનુભવ મેળવી શકે તેવો છે. આ ચોક્કસ પ્રોજેક્ટ થકી ૫૦૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાનું લક્ષ્ય છે.
દરેક વ્યક્તિને ગીતા વોકને સપોર્ટ કરવા અને સમાજના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઉત્કર્ષમાં રોકાણ કરવાનું આમંત્રણ છે. આવો અને કૃષ્ણની ઉપદેશવાણી સાથે ચાલો, આ અનોખા પ્રોજેક્ટને સપોર્ટ કરવા થોડું ભંડોળ એકત્ર કરો!
વધુ માહિતી મેળવવા [email protected]ને ઈમેઈલ કરવા વિનંતી છે.