કેન્ટન સ્થિત ગુજરાત આર્ય એસોસિએશન (GAA) લંડન દ્વારા તા. ૧૦ ડીસેમ્બરના રોજ કેન્ટન હોલ ખાતે નેઇબર્સ ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્ટન વિસ્તારના સ્થાનિક રહેવાસીઅો ઉમંગભેર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી ભરતભાઇ ચૌહાણ, ઇચ્છુભાઇ પરમાર, રમેશભાઇ પરમાર સહિત અન્ય કમીટી મેમ્બર્સ અને સ્થાનિક અગ્રણીઅોએ મેહમાનોનું સ્વાગત કર્યું હતું અને નેઇબર્સ ક્રિમસ પાર્ટી પાછળના ઉદ્દેશથી સૌને માહિતગાર કર્યા હતા. ગુજરાત સમાચાર તરફથી એડવર્ટાઇઝીંગ મેનજર શ્રી કિશોરભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
પ્રસ્તુત તસવીરમાં ડાબેથી પહેલા કાઉન્સિલર સુરેશ કણસાગરા, કાઉન્સિલર રેજ કોલવિલ, ઉપસ્થિત મહેમાનો અને જમણેથી પહેલા કિશોરભાઇ પરમાર નજરે પડે છે.