‘કોનસોર્ટીયમ ઓફ ગુજરાતી સ્કુલ્સ’ (Consortium of Gujarati Schools) તરફથી ગુજરાતી શીખવતા શિક્ષકો માટે ૧લી જુલાઇ ૨૦૧૮ના દિવસે એક તાલીમ શીબીરનું આયોજન લેસ્ટરના જલારામ મંદિરના કોમ્યુનીટી હોલમાં સવારે ૯:૩૦ થી બપોરે ૪:૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં ૨૦૧૮થી બદલાતાં જી.સી.એસ.સી. અને એ લેવલ અભ્યાસક્રમ વિશે શીક્ષકોને માહિતગાર કરાશે. બાળકો સૌથી વધારે મુશ્કેલી અનુભવે છે તે ગુજરાતી જોડણી અને વ્યાકરણ કેવી રીતે શીખવવા અને તેમનું શબ્દભંડોળ કેમ વધારી શકાય તે વિશે ચર્ચા થશે.
ઉપરાંત ‘મેઇન સ્ટ્રીમ’ શાળાઓના ચાલુ ક્લાસના વીડિયો, ‘લેસન પ્લાનીંગ’, ભણાવવાની કળા અને વિદ્યાર્થીઓની સમજણ, કુશળતા તથા તેમણે મેળવેલ જ્ઞાનનું મુલ્યાંકન કરવાની જાણકારી વિશે આપલે થશે - વધુ માહિતી અને માર્ગદર્શન મેળવાશે.
આમાં બે જ્ઞાની અને અનુભવી શિક્ષણ શાસ્ત્રીઓ, જયંતભાઇ તન્ના અને શોભાબહેન જોશી, આ વિષયો પર તેમના મંતવ્ય રજુ કરશે અને તેમના વિચારોનો લાભ આપશે.
જયંતભાઇ તન્ના લંડન યુનિવર્સીટીમાંથી M.A. (Education) ની ડીગ્રી મેળવ્યા પછી વર્ષો સુધી હાઈ સ્કુલોમાં ગણિતશાસ્ત્રના શિક્ષક અને ત્યાર બાદ વિવિધ કાંઉસીલોમાં શીક્ષણ સલાહકાર અને સ્કુલના ઇન્સપેક્ટર (Principal Education Adviser and Inspector) તરીકે સેવા આપી છે. તેઓ નિવત્તિ બાદ ‘કોનસોર્ટીયમ ઓફ ગુજરાતી સ્કુલ્સ’ તથા તેના જેવી બીજી ‘ચેરીટી’ સંસ્થાઓમાં આગેવાની લઈ સેવા આપે છે. હાલ હેરોમાં શીશુકુંજ સંસ્થા આયોજિત ગુજરાતી શાળામાં ભણાવે છે.
શોભાબહેન જોશી ગુજરાતી શીક્ષણ ક્ષેત્રમાં ૧૯૯૧થી સેવા આપી રહ્યા છે. તેઓ એડલ્ટ ટયુટર તરીકે કાર્યરત છે અને સર્ટીફીકેટ ઓફ બાઈલીંગુઅલ સ્કીલ્સ અભ્યાસક્રમ જે
ઈન્સિટ્યુટ ઓફ લીંગવીસ્ટે પ્રમાણિત કરેલ છે તેના મુખ્ય ટયુટર તરીકે લેસ્ટર કોલેજમા તેમણે સેવા આપી છે. તેઓએ લેસ્ટર એડલ્ટ એજ્યુકેશન કોલેજમાં ગુજરાતી તથા હિંદી ભાષાઓ પણ શીખવી છે. અને ગુજરાતીના ‘એ’ લેવલ શિક્ષક તરીકે જલારામ બાલવિકાસ શાળામાં ભણાવે છે.
આ તાલીમ શિબીરમાં અન્ય શહેરોના ગુજરાતી ભાષાના શીક્ષકો પણ ભાગ લઈ શકશે, પણ મર્યાદિત જગ્યાઓ હોવાથી વહેલી તકે અરજી કરવી જરૂરી છે. વધુ માહિતી અને અરજી પત્રક માટે સંપર્ક: જયંતભાઈ તન્ના – 07711 372 853 અને દક્ષાબહેન પરમાર 07980 065 378.