ચેરિટીના ઉમદા ઉદ્દેશ સાથે પર્ફોર્મ કરવા માટે 27 ઓગસ્ટે (સાંજે 6.45 કલાકે) ફરી એક વખત સ્ટેજ પર આવી રહ્યું છે સોલ્સ રિયુનાઇટેડ. બાલી બ્રહ્મભટ્ટના નેતૃત્વમાં બોલિવૂડ ફેમ સાયરા ખાન અને વિનોદ શિંદે સાથે રજૂ થનારી આ કોન્સર્ટ તમને લઇ જશે બોલિવૂડના સોનેરી દિવસોની યાદમાં. આ ઈવેન્ટમાં એકત્ર થયેલું તમામ ભંડોળ ભારતના છેવાડાના વિસ્તારોમાં વસતાં આદિવાસીઓના શિક્ષણ અને આરોગ્ય પ્રોજેક્ટ માટે વપરાશે. વહેલી તકે ટિકિટ બુક કરાવો ધ બેક થિયેટર દ્વારા કે બુકિંગ ઓફિસ (0343 310 0044) દ્વારા કે ઓનલાઇન (www.BECKTHEATRE.ORG.UK) સ્થળઃ ધ બેક થિયેટર, હેય્સ - UB3 2UE