ભારતીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની ત્રણ દિવસની બ્રિટન યાત્રા અને ભારત બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભાનું આયોજન આગામી તા. ૨૦, ડિસેમ્બર ૨૦૧૫, રવિવારના રોજ બપોરે ૩.૦૦ થી ૬.૦૦ દરમિયાન બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન, ૧૧૬ ઇલીંગ રોડ,વેમ્બલી, મીડલસેક્સ HA0 4TH ખાતે કરવામાં આવ્યું છે.
બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન (BIA) અાયોજીત અા રસપ્રદ ચર્ચાસભાનું અધ્યક્ષસ્થાન BIAનાં ચેરપર્સન સુ.શ્રી અનિતાબેન રૂપારેલીયા સંભાળશે. 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના તંત્રી અને પ્રકાશક શ્રી સીબી પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ૩ દિવસની યાત્રાની ફળશ્રુતી અને વૈિશ્વસ્તરે થઇ રહેલા ફેરફારોના પરિપ્રેક્ષ્યમાં ભારત – બ્રિટન વચ્ચેના સંબંધો વિષે મનનીય પ્રવચન કરશે. પ્રવચન પછી શ્રી સીબી ઉપસ્થિત શ્રોતાઅોના પ્રશ્નોના ઉત્તર આપશે.
તા. ૨૦-૧૨-૨૦૧૫, રવિવાર
સમય: બપોરે ૩.૦૦ થી સાંજના ૬.૦૦
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૪૯ વર્ષથી બ્રિટનમાં વસવાટ કરતા અને ૪૦ વર્ષથી 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના પ્રકાશક-તંત્રી તરીકે જવાબદારી અદા કરતા શ્રી સીબી પટેલ, બ્રિટનની રાજકીય ગતિવિધિઅોથી સુપેરે પરિચીત છે અને બીજી તરફ ભારતના રાજકારણ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે તેઅો મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશનના ચેરપર્સન અને એકઝીકયુટીવ કમિટી આ ચર્ચાસભામાં ઉપસ્થિત રહેવા સૌને નિમંત્રણ પાઠવે છે. પ્રવેશ વિના મૂલ્યે.
કાર્યક્રમના અંતે ભોજન વ્યવસ્થા કરવામાં અાવી હોવાથી સૌએ નીચેના ઇમેલ પર કે ફોનથી જાણ કરી નામ નોંધાવવા વિનંતી.
બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન [email protected] Tel: 020 8903 3019
ચેરપર્સન: અનીતા રૂપારેલીયા [email protected] Mob: 07971 813 370
સેક્રેટરી: ધીરૂભાઇ વડેરા [email protected] Mob: 07956 844 062
કોકિલા પટેલ Mob: 07875 229 177; કમલ રાવ 020 7749 4001 / 07875 229 211.