યુકે એશિયન વીમેન અોર્ગેનાઇઝેશન્સના ચેર જ્યોત્સનાબેન પટેલને ક્રોયડન હિલ્ટન હોટેલ ખાતે ક્રોયડન કોમ્યુનિટી સિવિક એવોર્ડ્ઝ સમારોહમાં 'લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ' એનાયત કરી સન્માનવામાં આવ્યા હતા. ૨૪ ફાઇનલીસ્ટમાંથી પસંદ કરાયેલા ૭૦ વર્ષના જ્યોત્સનાબેન પટેલ યુગાન્ડાથી અત્રે આવ્યા બાદ છેલ્લા ૪૦ વર્ષથી એશિયન સમુદાયના વસાહતીઅોને અંગ્રેજી શિખવવા, આરોગ્યપ્રદ ભોજનના પ્રસાર અને અન્ય સેવા કાર્યો સાથે સંકળાયેલા છે. પ્રસ્તુત તસવીરમાં એવોર્ડ સમારોહમાં ડાબેથી મેયર શ્રીમતી મંજુલા શાઉલ-હમીદ, જ્યોત્સનાબેન તેમજ અન્ય અગ્રણીઅો નજરે પડે છે.