ડાયાબિટીસથી પીડાતા બાળકોની મદદ માટે ફંડ રેઈઝિંગ પ્રોજેક્ટ

Wednesday 30th January 2019 02:48 EST
 
 

લંડનસ્થિત ચેરિટી બી જે મહેતા ફાઉન્ડેશન, પ્રો. અતુલભાઈ મહેતા, ડો. કોકિલાબેન મહેતા અને જયશ્રીબેન વ્યાસે ભારતના હરિદ્વારમાં આવેલી રામકૃષ્ણ મિશન હોસ્પિટલમાં ટાઈપ-૧ ડાયાબિટીસની સારવાર હેઠળના બાળકોની વધુ સારસંભાળ અને સારવારમાં મદદરૂપ થવા માટે ભંડોળ એકત્ર કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. હાલ હોસ્પિટલ દ્વારા ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડાતા ૨૦૦ બાળકોની સંભાળ લેવામાં આવી રહી છે. દર મહિને દવા સાથે બાળક દીઠ સરેરાશ રૂ.૧,૫૦૦થી રૂ.૨,૦૦૦નો ખર્ચ થાય છે. જોકે, તેઓ નાણાંના અભાવને લીધે આ બાળકોની ઈચ્છે છે તેવી સારવાર કરી શકતા નથી. તેઓ ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડાતા ૨૦૦થી વધુ બાળકોની સારવાર કરવા માગે છે.

જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાના પ્રયાસમાં યુનિવર્સિટી કોલેજ લંડન ખાતે પ્રોફેસર ઓફ હિમેટોલોજી તરીકે ફરજ બજાવી રહેલા ડો. અતુલ મહેતા, તેમના પત્ની અને જનરલ પ્રેક્ટિશનર ડો. કોકિલા મહેતા અને ફાયનાન્સિયલ સેક્ટરમાં કાર્યરત તેમના નીકટના પારિવારિક મિત્ર જયશ્રી વ્યાસે રામકૃષ્ણ મિશન હોસ્પિટલમાં આવતા તમામ બાળકોને પૂરતી અને યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવાનો નિર્ણય લીધો છે. ડો. અતુલ મહેતા ચેરિટી બી જે મહેતા ફાઉન્ડેશનના પ્રેરક બળ છે. તેમને આ ફાઉન્ડેશન સ્થાપવાની પ્રેરણા તેમના શિક્ષક અને સમાજસેવી પિતા તરફથી મળી હતી.

આ પ્રોજેક્ટ હેઠળ મળતા ડોનેશનથી ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડાતા બાળકોને તબીબી સારસંભાળ અને તેમના માટે ખૂબ જ જરૂરી એવી સારવાર પૂરી પાડવામાં આવશે તેમજ આ બીમારીને લીધે ઉભી થતી અન્ય સમસ્યાઓેને અટકાવવામાં મદદ મળશે. તેમને મદદ કરીને બીમાર બાળકો સામાન્ય જીવન જીવી શકે તે માટે મદદ કરો. પ્રોજેક્ટમાં સહાય કરવા ઈચ્છતા લોકોને વેબસાઈટhttp://bjmehtafoundation.co.uk. દ્વારા ડોનેશન આપવા વિનંતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter