તપો ગીતા જયંતી ફેસ્ટઃ ૧૮ ભાષામાં ૨૧ દિવસનો ગ્લોબલ ઓનલાઇન ઉત્સવ

Tuesday 08th December 2020 05:08 EST
 
 

માગશર સુદ એકાદશી એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી. આ પ્રસંગે ચિન્મય મિશન દ્વારા ૫ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધી ૨૧ દિવસના તપો ગીતા જયંતીગ્લોબલ ઑનલાઇન ફેસ્ટ  ઊજવાઇ રહ્વાો છે. વેદો-ઉપનિષદોનું જ્ઞાન અને શ્રીમદ્ભગવદ્ ગીતાનો સંદેશ સચોટ રીતે જન-જન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરનાર સ્વામીચિન્મયાનંદજીના ગુરુ સ્વામી તપોવનજી મહારાજની જન્મજયંતી પણ આ જ દિવસે છે તેથી તેને તપો ગીતા ફેસ્ટ તરીકે ઉજવાય રહ્યો છે. ૫૦૦૦ વર્ષથી પણ પહેલાં, મહાભારત કાળમાં કુરુક્ષેત્રયુદ્ધમાંભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતાના રૂપમાં આપેલો ઉપદેશ આજે પણ એટલો જકે કદાચ તેનાથી પણ વધુ પ્રસ્તુત છે તેને ધ્યાનમાં રાખીને ચિન્મય મિશન દ્વારા આઉત્સવનું આયોજન કરાયું છે. દેશભરમાં આવેલાં ચિન્મયવિદ્યાલયના વિદ્યાર્થીઓ ૨૫મી ડિસેમ્બર સુધી દરરોજ સાંજે ૭.૧૫થી ૮.૦૦ વાગ્યા દરમિયાન ગીતાના એક એકઅધ્યાયનું ગાન કરશે અને સંસ્થાના વિશ્વભરમાં આવેલાં કેન્દ્રોના સ્વામી તેના પર પ્રવચન આપશે. દરરોજ સવારે ૧૧.૩૦થી ૧૨.૦૦ વાગ્યા સુધી ગુજરાતી, હિંદી, સિંધી,પંજાબી, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા, તમિળ, મરાઠી, કોંકણી, બંગાળી, સંસ્કૃત એમભારતીય પ્રાદેશિક ભાષાઓ અને જર્મન, ફ્રેંચ, ડચ, પોર્ટુગિઝ, સ્વીડિશ, સ્પેનિશ જેવીવિદેશી એમ કુલ મળીને ૧૮ ભાષાઓમાં ગીતાપ્રવચન થઇ રહ્યું છે. ૨૫મી ડિસેમ્બરે ગીતાજયંતી – તપોવન જયંતીના અવસરે સવારે ૮.૩૦થી ૧૦.૦૦ વાગ્યા સુધી ઉત્તરકાશીમાં આવેલાંતપોવનકુટિ સ્થાનનાં વર્ચ્યુઅલ દર્શન અને ઉજવણીમાં ભાગ લઈ શકાશે. તે પછી શ્રીમદ્ભગવદ્ ગીતાનાં ૧૦૮ નામનો જપ અને ગીતાજીની આરતી કરવામાં આવશે. સંસ્થાના ભૂતપૂર્વપ્રમુખ સ્વામી તેજોમયાનંદજી અને હાલના પ્રમુખ સ્વામી સ્વરૂપાનંદજી આ પ્રસંગે ખાસઆશીર્વચન આપશે. ૨૧ દિવસ ચાલનારા આ ઉત્સવનું યુ-ટ્યુબ દ્વારા ચિન્મય ચેનલ પર પ્રસારણથઇ રહ્યું છે, જેથી વિશ્વભરમાંથી લોકો આ ફેસ્ટમાં જોડાઈ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter